Hair Fall Solution: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશે

Hair Fall Solution: ઘણા લોકોને તો ચોમાસામાં વાળ એટલા બધા ખરે છે કે કાંસકા સિવાય જમીન પર પણ વાળ જ વાળ જોવા મળે. વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો માથામાં ટાલ પડવાની સંભાવના પણ વધી જાય છે.

Hair Fall Solution: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશે

Hair Fall Solution: ચોમાસામાં વાળ વારંવાર ભીના થઈ જાય છે. જેના કારણે વાળની હેલ્થ પર પણ અસર થાય છે. ચોમાસા દરમિયાન વાળની ડ્રાયનેસ પણ વધી જાય છે. જેના કારણે વાળનું ટેક્સ્ચર પણ ખરાબ થઈ જાય છે. ચોમાસામાં ખરતા વાળની સમસ્યા પણ વધી જાય છે. ઘણા લોકોને તો ચોમાસામાં વાળ એટલા બધા ખરે છે કે કાંસકા સિવાય જમીન પર પણ વાળ જ વાળ જોવા મળે. 

આજના સમયમાં વાળમાં કલર અને વાળને સ્ટાઈલિંગ પણ વધારે થાય છે તેથી તેનાથી પણ વાળ ડેમેજ થતા હોય છે. આ ટ્રીટમેન્ટ પણ ખરતા વાળની સમસ્યાને ગંભીર બનાવી શકે છે. વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો માથામાં ટાલ પડવાની સંભાવના પણ વધી જાય છે. તેથી સમય રહેતા ખરતા વાળને અટકાવવા પ્રયત્ન શરુ કરી દેવા જોઈએ.

ચોમાસામાં હેર ફોલ રોકવાનો અસરકારક ઉપાય

ચોમાસામાં ખરતા વાળને રોકવા હોય તો હેર કેર પ્રોડક્ટની પસંદગી ધ્યાનપૂર્વક કરો. આ સિવાય ચોમાસામાં હેલ્ધી ડાયટ ફોલો કરો. આ સિવાય એક વસ્તુ એવી છે જેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યાથી કાયમી છુટકારો મળશે. આ વસ્તુ માર્કેટમાં ખૂબ સસ્તા ભાવે મળે છે. આ સામાન્ય વસ્તુ ખરતા વાળની સમસ્યાને અસરકારક રીતે દુર કરે છે. 

ખરતા વાળથી કાયમી મુક્તિ મેળવવી હોય તો આમળા ખૂબ લાભકારી સાબિત થાય છે. આમળાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવાથી ખરતા વાળની સમસ્યા દુર થઈ જાય છે. જેમકે ખરતા વાળને અટકાવવા તમે આમળાનો હેર માસ્ક વાપરી શકો છો, આમળાનું તેલ ઉપયોગમાં લઈ શકો છો અને સૌથી અસરકારક છે આમળાનું જ્યૂસ. આમળાનું જ્યૂસ પીવાથી પણ હેર ફોલ અટકાવી શકાય છે. 

કેવી રીતે બનાવવું આમળાનું જ્યૂસ?

આમળાના ટુકડા કરી તેને પાણીથી સાફ કરી લો. એક મિક્સર જારમાં આમળાના ટુકડા, 1 ચમચી આદુની પેસ્ટ અને જરૂર અનુસાર ગોળ ઉમેરો. સાથે જ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી બધી જ વસ્તુઓને પીસી લો. હવે આ મિશ્રણને ગાળીને પી જવું. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news