Turmeric For Hair: હળદર એ સૌથી અગત્યનો મસાલો છે. જે કોઈ ઈજા સમયે પણ કામ આવે છે.  જેમ જેમ ઉંમર વધે તેમ વાળ સફેદ થાય.. આ એક નેચરલ પ્રક્રિયા છે જેને અટકાવી શકાતી નથી. જોકે માથામાં વધતા સફેદ વાળ કોઈ પણ વ્યક્તિને પસંદ નથી તેથી વાળની સફેદી છુપાવવા માટે લોકો હેર કલર કે ડાયનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો હેર કલર કરીને વાળને કાળા કરે છે પરંતુ તેમાં રહેલું કેમિકલ વાળને ધીરે ધીરે નુકસાન પહોંચાડવા લાગે છે. જો તમારા વાળ પણ સફેદ થવા લાગ્યા હોય તો તમે તેને કાળા કરવા માટે કેટલાક ઘરેલુ નુસખા પણ અજમાવી શકો છો. સફેદ વાળ એ આજની કોમન સમસ્યા છે. બદલાતા વાતાવરણ, ખોરાકને પગલે સફેદ વાળનું પ્રમાણ વધી રહ્યું છે. તમે પણ સપેદ વાળથી મુક્તિ મેળવવા માગતો હો તો તમે આ ઉપાયો કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dandruff: 7 દિવસમાં ડેન્ડ્રફ થશે સાફ, વાળને સુંદર અને ડેન્ડ્રફ ફ્રી બનાવશે આ નુસખા


દરેક ઘરના રસોડામાં હળદર હોય છે. રસોઈમાં વપરાતી આ હળદર તમારા વાળને કાળા પણ કરી શકે છે. હળદર ને અલગ અલગ ત્રણ રીતે ઉપયોગમાં લઈને તમે વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો. આજે તમને હળદર થી તૈયાર થતી નેચરલ ડાય બનાવવાની રીત જણાવી દઈએ. જો તમે આ રીતે હળદર થી વાળને કાળા કરવાનું રાખશો તો વાળને નુકસાન પણ નહીં થાય અને વાળ મૂળથી કાળા થઈ જશે.


વાળને કાળા કરવા માટે આ રીતે હળદરનો ઉપયોગ કરો


  1. વાળને કાળા કરવા માટે લગભગ 2 ચમચી હળદર લો અને તેને એક પેનમાં શેકી લો.

  2. તમારે હળદરને ધીમી આંચ પર ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે કાળી ન થઈ જાય અને તેમાં કોઈપણ પ્રકારનું તેલ મિક્સ કરવાનું નથી.

  3. હળદરને સૂકો જ હલાવતા રહીને એક કડાઈમાં શેકી લેવાની છે અને જ્યારે તે કાળી થઈ જાય તો ગેસ બંધ કરી દો.

  4. હેર ડાઈ બનાવવા માટે તમારે માત્ર 1 ચમચી હળદરનો ઉપયોગ કરવો પડશે.

  5. 1 ચમચી ચા પત્તી લો અને તેને 1 કપ પાણીમાં ઉકાળવા માટે પેનમાં મૂકો.

  6. ઓછામાં ઓછા 4-5 મિનિટ સુધી ઉકાળો અને જ્યારે બહુ ઓછું પાણી રહી જાય તો ગેસ બંધ કરી દો.

  7. હવે તેમાં 1 ચમચી કાળી હળદર મિક્સ કરો અને તેમાં થોડું એલોવેરા જેલ ઉમેરો.

  8. 1 વિટામીન E કેપ્સ્યુલનું તેલ કાઢી તેમાં 2 ચમચી મહેંદી નાખો.

  9. આ બધી વસ્તુઓને મિક્સ કરીને વાળમાં લગાવો અને લગભગ 1-2 કલાક સુધી રાખો. તમારા વાળને શાવર કેપથી ઢાંકો.

  10. વાળને પાણીથી ધોઈ લો અને અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરો. આનાથી સફેદ વાળ નેચરલી કાળા થઈ જશે.


વાળને આ વસ્તુઓના ઉપયોગથી પણ કાળા કરી શકો છો


હળદર અને ચા


હળદર અને ચાની મદદથી પણ તમે નેચરલ હેર કલર તૈયાર કરી શકો છો. તેના માટે એક લોઢાના વાસણમાં બે ચમચી હળદર શેકી લેવી. હળદરનો રંગ કાળો થાય ત્યાં સુધી તેને શેકો અને પછી તેમાં એક ચમચી ચાનો પાવડર અને એક કપ પાણી ઉમેરો. આ ત્રણેય વસ્તુને પાંચ મિનિટ સુધી ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં એલોવેરા જેલ અને વિટામિન ઈ ની કેપ્સ્યુલ ઉમેરીને ઠંડુ થવા દો. આ મિશ્રણને વાળમાં લગાડો અને 30 મિનિટ પછી વાળને શેમ્પુ કરો. 


આ પણ વાંચો: પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો બસ આ 3 ટીપ્સ ફોલો કરો, 15 દિવસમાં દેખાશે રિઝલ્ટ


કેવી રીતે બનાવવો હળદરનો સ્પ્રે ?


સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં 1 ચમચી હળદર પાવડર અને 1 કપ પાણી ઉમેરો. તેમાં થોડું એલોવેરા જેલ ઉમેરો અને તેને મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી વાળ પર તેનો ઉપયોગ કરો. આ સ્પ્રે વાળમાં મૂળથી લઈ વાળની લંબાઈ સુધી સારી રીતે લગાવો. ત્યારબાદ વાળમાં હળવા હાથે મસાજ કરો. એક કલાક સુધી વાળમાં તેને રહેવા દો અને પછી વાળને બરાબર ધોઈ લો.


હળદરની નેચરલ ડાય


સફેદ વાળને કાળા કરવા માટે હળદરમાંથી નેચરલ ડાઈ બનાવવા માટે એક વાસણમાં એક ચમચી સરસવનું તેલ લેવું, બે ચમચી હળદર પાઉડર તેમાં ઉમેરો. ધીમા તાપે આ બંને વસ્તુને બરાબર શેકો. ત્યાર પછી તેમાં બે વિટામિન ઈની કેપ્સુલ અને અડધા લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને પછી તેને વાળમાં અપ્લાય કરો. તને 20 મિનિટ સુધી વાળમાં રહેવા દો અને પછી વાળને ધોઈ લો. આ ડાઈનો થોડા થોડા સમયે નિયમિત ઉપયોગ કરશો એટલે વાળ કુદરતી રીતે કાળા થઈ જશે.


હળદર ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે. તેનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. વર્ષોથી હળદરનો ઉપયોગ સૌંદર્ય નિખારવામાં પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર તમારી ત્વચાની સાથે વાળને પણ સ્વસ્થ અને કાળા કરવામાં મદદ કરી શકે છે ? જી હાં હળદરનો ઉપયોગ કરી તમે સફેદ વાળને કાળા કરી શકો છો. તેના માટે તમે ઘરે જ હળદરનો હેર સ્પ્રે બનાવી શકો છો. જો તમે સફેદ વાળને મૂળમાંથી કાળા કરવા માંગો છો તો હળદરનો હેર સ્પ્રે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. વાળ માટે પણ હળદર એક ટોનિકની જેમ કામ કરે છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળ કાળા થાય છે. 


ઘરે બનાવો હળદરનો સ્પ્રે
એક કપ પાણી
એક ચમચી હળદર પાવડર
એલોવેરા જેલ
1 સ્પ્રે બોટલ


આ પણ વાંચો: આ રીતે વાળમાં ગ્લિસરીનનો કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના વાળ થશે મજબૂત, શાઈની અને સ્મુધ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)