Reduce Belly Fat: પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો બસ આ 3 ટીપ્સ ફોલો કરો, 15 દિવસમાં દેખાશે રિઝલ્ટ

Reduce Belly Fat: તમારે પણ એકદમ હેન્ડસમ દેખાવવું છે તો આ ઉપાયો જરૂર કરજો. તમારે પણ સ્લીમ એન્ડ ફીટ બનવું હોય અને પેટની ચરબી ઉતારવાનું કામ મુશ્કેલ નથી. જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો પેટની ચરબી ઝડપથી ઉતરી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે પેટની ચરબી ઉતારવી હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ ટિપ્સ ફોલો કરવી.

Reduce Belly Fat: પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો બસ આ 3 ટીપ્સ ફોલો કરો, 15 દિવસમાં દેખાશે રિઝલ્ટ

Reduce Belly Fat: ઓફિસમાં કામ કરતા લોકોને આ સૌથી મોટી સમસ્યા હોય છે. મોડી રાત સુધી કામગીરી કરતા લોકોનું શરીર સ્થળ બનતું જાય છે.  આજના સમયમાં સ્થૂળતા સૌથી મોટી સમસ્યા છે. ખરાબ લાઈફસ્ટાઇલ, આહાર શૈલી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, ફિઝિકલ એક્ટિવિટી નો અભાવ જેવી સમસ્યાઓના કારણે વજન ઝડપથી વધી જાય છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બેલીફેટને લઈને ખૂબ ચિંતીત હોય છે. શરીરનું આ રીતે વધેલું વજન ઘણી બધી બીમારીઓનું કારણ પણ બની શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર મહિલાઓમાં જો પેટની ચરબી વધે છે તો તેનું મુખ્ય કારણ હોર્મોનલ ઈમ્બેલન્સ હોય છે. સાથે જ શરીરમાં જો ઇન્સ્યુલિન સેન્સીટીવીટી ઓછી હોય તો તેના કારણે પણ ધીરે ધીરે શરીરમાં ફેટ જામવા લાગે છે. આ સિવાય મહિલાઓમાં થાઇરોડ, હ્રદયની બીમારી, પીસીઓએસ અને પીસીઓડીના કારણે પણ વજન વધે છે. 

વજન વધવાના કારણ તો ઘણા બધા છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ રીતે વધેલી પેટની ચરબીને ઓછી કઈ રીતે કરવી ? કારણ કે એક વખત પેટ અને કમર આસપાસ ચરબી જામી જાય તો તે ઝડપથી ઉતરતી નથી તેના કારણે મહિલાઓ નિરાશ થઈ જાય છે. આજે તમને પેટની ચરબી ઉતારવા માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવી દઈએ. 

પેટની ચરબી ઉતારવા ફોલો કરો આ ટિપ્સ

1. રોજ સવારે સૌથી પહેલાં હુંફાળું પાણી પીવું જોઈએ. ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલી કેલેરી બર્ન થાય છે અને તેનાથી પાચન અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે.

2. નિયમિત રીતે 30 મિનિટ કોઈપણ એક્સરસાઇઝ કરો. આખા દિવસ દરમિયાન 30 થી 40 મિનિટ કોઈપણ હળવી એક્સરસાઇઝ, વોકિંગ કે યોગ કરવા જોઈએ. જો તમે 30 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવાનું રાખશો તો કેલેરી વધારે બર્ન થશે અને ચરબી ઝડપથી ઓગળશે.

3. એક સ્વસ્થ શરીર માટે જરૂરી છે કે રોજ પૂરતા પ્રમાણમાં ઊંઘ થાય. વજન વધવાનું મુખ્ય કારણ અધૂરી ઊંઘ પણ હોય છે. તેથી સૂવાનો અને જાગવાનો ટાઈમ નક્કી કરી લો. રોજ સાત થી આઠ કલાકની ઊંઘ કરવી જરૂરી છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખી લેશો તો ગણતરીના દિવસોમાં જ તમારા પેટ અને કમર પર જામેલી ચરબી ઉતારવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news