Dried Lemons Uses: લીંબુ એવી વસ્તુ છે જેનો ઉપયોગ રોજ થાય છે. કોઈપણ વાનગી હોય, ચટણી હોય, સલાડ હોય કે પછી શરબત હોય તેમાં લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ દરેક ઘરના ફ્રીઝમાં એક, બે કરતાં વધારે લીંબુ રાખેલા જોવા મળે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે માર્કેટમાં ઘણા દિવસો ચાલે તે માટે વધારે લીંબુ લઈ આવીએ છીએ પરંતુ તેનો ઉપયોગ થાય તે પહેલા જ તે સુકાવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઘરે માત્ર 20 રૂપિયાનો કરો ખર્ચ, હેર સ્ટ્રેટનિંગ માટે પાર્લર જવાની પણ નથી જરૂર..


આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા


રોજ સવારે નાસ્તા સમયે પીવી આ 3 માંથી કોઈ એક સ્મુધી, 7 દિવસમાં Belly Fat થશે ગાયબ


એકવાર લીંબુ સુકાઈ જાય તો તે કડક થઈ જાય છે અને પછી મોટાભાગે ગૃહિણીઓ તેને ફેંકી દેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સુકાયેલા લીંબુનો તમે ઉપયોગ કરી શકો છો? જી હાં એકવાર લીંબુ સુકાઈ જાય તો તે નકામા નથી થઈ જતા તેનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે સુકાયેલા લીંબુને ઉપયોગમાં લઈ શકો છો. 


સુકાયેલા લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ?
 


વાનગીમાં આ રીતે કરો ઉપયોગ
લીંબુ સુકાઈ જાય તો પણ તેનો સ્વાદ ખાટો-મીઠો લાગે છે. તેથી તેનો ઉપયોગ તમે સૂપ, સ્ટ્યૂ, કરી વગેરેનો સ્વાદ વધારવા માટે  કરી શકો છો. તમે સૂકા લીંબુને પાણીમાં ઉમેરી અથવા તો હર્બલ ટીમાં પણ ઉકાળીને ઉપયોગમાં લઈ શકો છો.

 
સફાઈ કરવા માટે
સૂકા લીંબુની મદદથી તમે રસોડાના ગંદા થયેલા ચોપિંગ બોર્ડને સાફ  કરી શકો છો. તેના માટે પહેલા ચોપિંગ બોર્ડ પર થોડું મીઠું છાંટો અને ઉપર સુકા લીંબુનો ટુકડો ઘસો. પછી તેને સાફ કરો. તેનાથી તમારું ચોપિંગ બોર્ડ એકદમ સાફ થઈ જશે.
 


ચીકણા વાસણ ધોવા માટે  
કેટલીક વાનગીઓ બનાવ્યા પછી વાસણો ચીકણા થઈ જાય છે. આવા વાસણને સાફ કરવા માટે તમે સુકા લીંબુનો ઉપયોગ કરી શકો છો. સૂકા લીંબુની મદદથી ચીકણા વાસણ સાફ થઈ જાય છે.  
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)