Facial Hair: આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા

Facial Hair: કેટલીક મહિલાઓને ચહેરા પર ઘટ્ટ રૂંવાટી આવે છે જે સરળતાથી દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં તેમણે ફરજિયાત વેક્સ અથવા તો થ્રેડિંગ કરાવવું પડે છે. જો કે તેનાથી થોડા દિવસો માટે જ વાળ દૂર થાય છે. જો ચહેરા પરના વાળથી કાયમી મુક્તિ મેળવવી હોય તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. 

Facial Hair: આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા

Facial Hair: ચેહરા પરના અણગમતા વાળ દરેક વ્યક્તિ માટે સૌથી મોટી સમસ્યા હોય છે. તેમાં પણ જ્યારે શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે ત્યારે ચહેરા પર રૂંવાટી ઝડપથી વધવા લાગે છે. કેટલીક મહિલાઓની તકલીફ સૌથી વધારે હોય છે કારણ કે તેમને ચહેરા પર ઘટ્ટ રૂંવાટી આવે છે જે સરળતાથી દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં તેમણે ફરજિયાત વેક્સ અથવા તો થ્રેડિંગ કરાવવું પડે છે. જો કે તેનાથી થોડા દિવસો માટે વાળ દૂર થાય છે પરંતુ ફરીથી વાળ દેખાવા લાગે છે. તેવામાં જો ચહેરા પરના વાળથી કાયમી મુક્તિ મેળવવી હોય તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરવાથી ધીરે ધીરે ચહેરા પરના વાળ દૂર થવા લાગે છે.

આ પણ વાંચો:

ચણાનો લોટ અને હળદર

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા માટે ચણાનો લોટ અને હળદર ઉપયોગી છે. તેનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી હળદર મિક્સ કરો. તેમાં એક ચમચી દહીં ઉમેરીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો. તે સુકાઈ ત્યાં સુધી તેને રહેવા દો અને પછી ચહેરાને સાફ કરો. 

એલોવેરા અને હળદર

હળદર અને એલોવેરાનું મિશ્રણ પણ ચહેરાના વાળને દૂર કરે છે. તેના માટે બે ચમચી એલોવેરા જેલમાં અડધી ચમચી હળદર અને ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાડો. ત્યાર પછી આ પેસ્ટ સુકાઈ જાય એટલે સર્ક્યુલર મોશનમાં મસાજ કરીને તેને ચહેરા પરથી દૂર કરો. તેનાથી ચહેરા પરના વાળનો ગ્રોથ ઓછો થઈ જાય છે.

ચોખાનો લોટ અને હળદર

ચહેરા પરના વાળને દૂર કરવા માટે ચોખાનો લોટ અને હળદર પણ ઉપયોગી છે. તેના માટે બે ચમચી ચોખાના લોટમાં બે ચમચી દૂધ અને હળદર પાવડર મિક્સ કરી સ્મુધ પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર 10 મિનિટ લગાડી રાખો અને પછી હળવા હાથે મસાજ કરીને તેને સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news