Body Lucky Moles: શું તમારા શરીર તલનું નિશાન છે. જેને લઇને તમે ક્યારેક મૂંઝવણમાં પડી જાઓ છો. શું આ તલનો અર્થ શોધાવ માટે તમે પરેશાન રહો છો. ઘણી વખત શરીરમાં એવા સ્થાન પર તલ હોય છે જેના કારણે તમારી સુંદરતા વધી જાય છે. આ તલ કોઈપણના શરીરમાં એમ જ નથી આવતા, પરંતુ તેનું એક રહસ્ય છે અને દરેક જગ્યાનો તલ તમારા ભાવી જીવન વિશે કંઈકને કંઈક કહેવા માંગે છે. આવો જાણીએ પુરુષો અને મહિલાઓ જીવનમાં આ તલનું શું મહત્વ છે. તેના સંકેતો સમજવાનો પ્રયાસ કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારે મોટો તલ
પુરૂષોના શરીરમાં જમણી બાજુએ તલ હોવો સારો માનવામાં આવે છે અને ડાબી બાજુએ હોવો નકારાત્મક માનવામાં આવે છે. જ્યારે મહિલાઓમાં તેનું વિપરીત હોય છે. કેટલાક લોકો માટે તલ અથવા મસા ખુબ ભાગ્યશાળી હોય છે. તો કેટલાક લોકોના તલમાં ફોલિકલ્સ હોય છે. જ્યારે કેટલાક લોકોના તલમાં ફોલિકલ્સ પાછળથી હોય છે. જોકે ફોલિકલ્સવાળા તલ અથવા મસા સારા માનવામાં નથી આવતા અને નજીકના સમયમાં કોઈ સમસ્યાના સંકેત આપે છે. ઇંડા આકારના તલ લોકોના કરિયરમાં ગ્રોથ કરાવે છે તો ગોળ તલનો અર્થ છે કે, વ્યક્તિ સારા સ્વભાવનો છે. વધારે મોટા તલવાળા લોકોનો આત્મવિશ્વાસ નબળો હોય છે.


આ પણ વાંચો:- Ration Card છે પરંતુ ડીલર નથી આપી રહ્યો રાશન? આ રીતે કરો ફરિયાદ, મળવા લાગશે અનાજ


માથાના જમણા ભાગમાં તલ
માથામાં જમણી બાજુ તલવાળા લોકો પોતાના સબ્જેક્ટમાં માસ્ટર પીસ હોય છે. તેમનું મગજ ખુબ જ તેજ ચાલે છે. જ્યારે માથાની ડાબી બાજુએ તલવાળા લોકોના જીવનમાં ખર્ચા વધુ રહે છે. મહિલાઓમાં તેની વિપરીત હોય છે. પુરૂષની જમણી આંખ પર તલ હોય તો દામ્પત્ય જીવન સુખી અને બંને એકબીજાને સમજી શકે તેવા હોય છે. જ્યારે ડાબી બાજુએ તલ હોય તો સંબંધોમાં તણાવ જોવા મળતો હોય છે. જે મહિલાઓની જમણી આંખ પર તલ હોય છે તે મહિલાઓ તેમના જીવનસાથીની વાતોને ગંભીરતાથી સાંભળે છે. કપાળ અથવા માથાના મધ્યમાં તલવાળી સ્ત્રી અથવા પુરૂષ નિર્મલ હૃદયના હોય છે. તેઓ સૌ કોઇને નિશ્ચલ પ્રેમ કરે છે અને ઇશ્વર પ્રત્યે ભક્તિ ભાવ રાખતા હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube