Ration Card છે પરંતુ ડીલર નથી આપી રહ્યો રાશન? આ રીતે કરો ફરિયાદ, મળવા લાગશે અનાજ

Ration Card Complaint Number: ગરીબ લોકોને નજીવી કિંમતમાં આ ફ્રીમાં રાશન મળી શકે તે માટે રાશન કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ઘણી વખત રાશન કાર્ડ હોવા છતાં પણ યોગ્ય લોકોને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Ration Card છે પરંતુ ડીલર નથી આપી રહ્યો રાશન? આ રીતે કરો ફરિયાદ, મળવા લાગશે અનાજ

Ration Card Apply: ગરીબોની મદદ માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકાર તરફથી ગરીબોનું કલ્યાણ કરવામાં આવે છે અને તેમનું હિત જોવામાં આવે છે. ત્યારે સરકાર તરફથી તેના માટે પણ પ્રબંધ કરવામાં આવે છે કે કોઈપણ નાગરિક દેશમાં ભૂખ્યું ના રહે અને તેને ગુજરાન ચલાવવા માટે અનાજ મળે. આ ક્રમમાં સરકાર તરફથી રાશન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. રાશન કાર્ડની મદદથી સરકાર ગરીબોને મફત અથવા નજીવી કિંમત પર રાશન આપવામાં આવે છે. જોકે, ઘણી વખત લોકોને રાશન લેવામાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે.

રાશન આપવાની ના પાડે છે
ઘણી વખત રાશન કાર્ડ હોવા છતા પણ રાશન ડીલર રાશન કાર્ડ હોલ્ડરને રાશન આપવાની ના પાડે છે. એવામાં રાશન કાર્ડ હોલ્ડરને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. જોકે, સરકાર તરફથી આ માટે પણ નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ડીલર રાશન આપવાની ના પાડે તો તેની ફરિયાદ થઈ શકે છે.

કરી શકો છો ફરિયાદ
જો રાશન કાર્ડ હોવા છતાં યોગ્ય લોકોને રાશન નથી મળી રહ્યું તો તેની ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે. રાજ્યની સંબંધિત વેબસાઈટ પર જઈ અથવા ઇમેલ દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી શકે છે. જ્યારે પણ તમે ફરિયાદ કરશો તો તેના માટે રાશન કાર્ડ નંબરની સાથે રાશન ડેપોની પણ જાણકારી આપવી પડશે.

ફરિયાદના ઘણા છે માધ્યમ
આ ઉપરાંત સંબંધિત રાજ્ય સરકારો પર અલગ-અલગ ઇમેલ આઇડી પણ હશે. જ્યાં તમે ઇમેલ કરી રાશન ન મળવાની ફરિયાદ કરી શકો છો. ત્યારે રાજ્યની રાશન કાર્ડ સાથે જોડાયેલી વેબસાઈટ પર જઈ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news