લીલી હળદરનું શાક અને તુવેરના ટોઠા ખાશો તો આખી જિંદગી દર શિયાળાની રાહ જોશો, આ છે બનાવવાની રેસિપી
Tuver Totha: શિયાળો શરૂ થઈ ગયો છે અને હવે ધીમેધીમે ઠંડીમાં પણ વધારો થયો છે. ગુજરાતીઓ ખાવાના પહેલાંથી જ શોખિન છે. તમે ઉત્તર ગુજરાતના હશો તો તુવેરના ઠોઠા તો ખાધા હસે હવે ધીમેધીમે ગુજરાત ભરમાં તુવેરના ટોઠા ખવાઈ રહ્યાં છે. ઠંડી પડવાની સાથે બજારમાં ગરમાગરમ અને ચટપટી વાનગીઓ બનવાની અને પાર્ટીઓ શરૂ થઈ જાય છે.
Famous Food: ઉત્તર ગુજરાતમાં જાઓ તો ખેતરો કે પાર્ટી પ્લોટ્સમાં તુવેરના ટોઠા સાથે જલેબી કે લીલી હળદરના શાક સાથે બાજરીના રોટલાની પાર્ટીઓ વારંવાર યોજાતી જ હોય છે. શોખિનો દર શનિ-રવીએ અલગ અલગ જગ્યાએ પાર્ટીઓ કરે છે. લીલી હળદરનું શાક અને તુવેરના ટોઠા તમે એકવાર ખાશો તો આખી જિંદગી દર શિયાળાની રાહ જોશો.
2024માં માત્ર ભાજપ જીતશે પણ મોદી... યોગી અને શાહ વિશે કરી ભવિષ્યવાણી
કબૂતરોને ઘરથી દૂર રાખો, જ્યોતિષની દ્રષ્ટીએ નથી યોગ્ય: ગરીબીની સાથે રોગ ઘર કરી જશે
આ રીતે તુવેર ટોઠાની સામગ્રી તૈયાર કરો
બે કપ તુવેર
બે કપ ટામેટાની પ્યુરી..ટામેટા લાલ લેવા
બે ઝીણી સમારેલી ડુંગળી
આદું મરચાની પેસ્ટ
50 ગ્રામ લીલું લસણ
અડધી વાટકી લીલી ડુંગળી
એક ચમચી તેલ
હળદર
સ્વાદાનુંસાર મીઠું
લાલ મરચું
એક ચમચી ગરમ મસાલો પાવડર લેવાની જરૂર છે. જે તમને સારો સ્વાદ અપાવે છે.
નવા વર્ષે collage friends કે GF સાથે ફરવા માટે બેસ્ટ 10 સ્થળ, જબરદસ્ત છે લોકેશન
Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા
તુવેર ટોઠા બનાવવાની રીત...
ટોઠા બનાવવા માટે સૌ પ્રથમ તુવેરને 5 થી 6 કલાક માટે ગરમ પાણીમાં પલાળો અને આ ટોઠાને કુકરમાં બાફવા મુકો અને 5 થી 6 સીટી વગાડો. ટોઠા બફાઇ જાય એટલે એક વાસણમાં લઇ લો. એક વાસણ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં આદુ-મરચા અને લસણ નાંખીને સાંતળી લો. પછી આમાં ડુંગળીની પ્યુરી નાંખીને ફરી ગરમ કરો. આમાં ટામેટાની પ્યુરી નાંખો અને તેલ છુટ્ટૂ પડે ત્યાં સુધી સાંતળો. હવે બાફેલી તુવેરને આમાં એડ કરી દો અને આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.
Shanidev: શનિદેવને શાંત કરવાનો અચૂક ઉપાય, ધારણ કરો આ રીંગ, થશે અનેક ફાયદા
Shaniwar ke Upay: શનિવારે ભૂલથી પણ ખરીદવી નહી આ વસ્તુઓ, રિસાઇ શકે છે શનિદેવ
આ મિશ્રણમાં તુવેર નાખ્યા પછી લાલ મરચું, ગરમ મસાલો, હળદર, મીઠું, લીંબુનો રસ નાંખો અને 7 થી 8 મિનિટ માટે થવા દો. ત્યારબાદ છેલ્લે લીલી ડુંગળી નાંખો અને એક મિનિટ માટે થવા દો.થોડીવારમાં જ તૈયાર થઈ જશે તુવેરના ટોઠા. આ ટોઠાને એક પ્લેટમાં લઇ લો અને ઉપરથી કાચુ લીલું લસણ ભભરાવો આમ કરવાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. આ ટોઠાની સાથે તમે બ્રેડ કે કુલ્ચા ખાઓ છો તો મજ્જા પડી જાય છે. આ ટોઠા શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. હા, સાથે-સાથે ગરમાગરમ જલેબી હશે તો ચોક્કસથી મજા વધી જશે.
Reduce Belly Fat: આ 5 રીતે કરો લસણનું સેવન, ઉતરી જશે પેટની વધારાની ચરબી
પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા
લીલી હળદર બનાવવાની સામગ્રી
500 ગ્રામ સૂકી ડુંગળી ( onion paste )ની પેસ્ટ
500 ગ્રામ ટમેટા( tomato paste )ની અધ્ધકચરી ગ્રેવી
500-750 ગ્રામ લીલી હળદર ( green turmeric )
500-750 ગ્રામ લસણ ( garlic )
500 ગ્રામ ઘી ( Ghee )
500 ગ્રામ દહીં ( curd )
250 ગ્રામ આદું ( ginger )
250 ગ્રામ મરચા( green chilli )ની પેસ્ટ
250 ગ્રામ લીલા વટાણા ( green pea )અથવા લીલી તુવેર ( green tuver )
200 ગ્રામ કોથમીર ( coriander )
200-400 ગ્રામ સમારેલ ગોળ ( jaggery )
સ્વાદનુસાર, મીઠું ( salt ), લાલ મરચું ( red chilli powder )
Year Ender 2023: આ છે 2023 ના બેસ્ટ કેમેરા ફોન, કિંમત ફક્ત 30,000 રૂપિયા
Viral Video: લગ્નની પહેલી રાતનો વિડીયો જોઇ લોકોએ કહ્યું- 'NEXT PART ક્યારે આવશે...'
લીલી હળદરનું શાક બનાવવાની રીત:
સૌપ્રથમ ઘીમાં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી પછી લસણ ઉમેરી સાંતળવું ત્યારબાદ ડુંગળીની પેસ્ટ ઉમેરવી. ટામેટાની ગ્રેવી ઉમેરવાનું ના ભૂલતા. ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી. આટલું રર્યા બાદ જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું. વટાણા અથવા તુવેર અને ગોળ ઉમેરી મિક્સ કરવું. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે પીરસવાથી મહેમાનને ટેસડો પડી જશે.
Kalatmak Yog 2023: 2 દિવસમાં મળશે મોટી ખુશખબરી, ચંદ્રમા-શુક્રની કૃપાથી થશે માલામાલ
આર્થિક તંગીને દૂર કરવા માટે નવા વર્ષે કરો આ આસાન ઉપાય, ધન-સંપત્તિમાં થશે વધારો