આ ટિપ્સ અપનાવશો તો વર્ષો સુધી ખરાબ નહી થાય ચોખા, ભાતની સુગંધ આખા ગામમાં આવશે
How to Store Dry Rice For Long Time: ચોખાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. લોકો સામાન્ય રીતે તેને એક વર્ષ કે બે વર્ષ માટે સ્ટોર કરવાનું પસંદ કરે છે. કેમકે ચોખા જેમ જુના થાય તેમ તેનો સ્વાદ વધે. પરંતુ સમસ્યા એ છે કે જો ચોખાને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જાય છે અને એક સાથે લીધેલા ચોખામાં જંતુઓ પડી જાય છે.
Kitchen Hacks How to Store Dry Rice For Long Time: ચોખાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. લોકો સામાન્ય રીતે તેને એક વર્ષ કે બે વર્ષ માટે સ્ટોર કરવાનું પસંદ કરે છે. કેમકે ચોખા જેમ જુના થાય તેમ તેનો સ્વાદ વધે. પરંતુ સમસ્યા એ છે કે જો ચોખાને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જાય છે અને એક સાથે લીધેલા ચોખામાં જંતુઓ પડી જાય છે. જેના કારણે દર વખતે ઉપયોગ કરતા પહેલાં ચોખાને સાફ કરવા પડે છે. જેમાં ઘણો સમય પણ વેડફાય છે. આવી સ્થિતિમાં ચોખાને ખરાબ થતાં અટકાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને યોગ્ય રીતે સંગ્રહિત કરો. આજે તમને એવી જ કેટલીક અસરકારક રીતો જણાવીએ, જેના દ્વારા તમે ચોખાને વર્ષો સુધી જંતુમુક્ત રાખી શકો છો.
લાઇટ કલરના કપડાં પર લાગ્યા છે પીળા દાગ, આ 4 ઉપાયોથી દૂર થશે જીદ્દી દાગ
ચપટીમાં દૂર થશે ગૃહિણીની પરેશાનીઓ, આ ટિપ્સથી સરળ થઇ જશે માથાનો દુખાવો લાગતા આ કામ
ચોખામાં તજના પાન નાખો
તજના પાનનો ઉપયોગ લગભગ દરેક રસોડામાં થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભોજનનો સ્વાદ વધારતા આ પાન જંતુઓને દૂર રાખવાનું પણ કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે ચોખાને લાંબા સમય સુધી જંતુઓથી સુરક્ષિત રાખવા માંગતા હો, તો ચોખાના બોક્સમાં તજના પાન ચોક્કસ રાખો.
તમે બુદ્ધિશાળી છો કે મંદબુદ્ધિ? બધું જ તમારો અંગૂઠો કહી દેશે જાતે ચેક કરી લો અંગૂઠો
Lipstick: આ રાશિની મહિલાઓ આ લિપસ્ટિક શેડ્સનો ઉપયોગ ટાળે, કેરિયરમાં થશે પ્રગતિ
લીમડાના પાન પણ ફાયદો કરાવશે
લીમડાના કડવા પાન અનેક ઔષધીય ગુણો ધરાવે છે. આટલું જ નહીં તેની સુગંધ અનેક પ્રકારના જીવજંતુઓને દૂર રાખવાનું પણ કામ કરે છે. આ રીતે તમે ચોખાને જંતુઓથી દૂર રાખવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
લાલ મરચાં કે લસણનો પણ ઉપયોગ કરો
જંતુઓથી ચોખાને બચાવવા માટે તમે લાલ મરચાં અથવા લસણનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે ચોખાના ડબ્બામાં 3-4 લાલ મરચાં અથવા છાલ વગરના લસણની શીંગો રાખો. જ્યારે લસણ સુકાઈ જાય ત્યારે તેને બદલતા રહો. આમ કરવાથી ચોખામાં જંતુઓ આવતા નથી અને તે લાંબા સમય સુધી તાજા રહે છે.
તમે પણ લીંબુ મિક્સ કરીને પીવો છો Black Tea? જો જો ક્યાંક કિડનીને આવું નુકસાન ન થાય
ખેડૂતોને મળી ભેટ, હવે સરકાર આપી રહી છે 50 ટકા સબસિડી, 15 જુલાઇ સુધી કરો એપ્લાય
ચોખાને ફ્રિજમાં સ્ટોર કરો
તમે ચોખાને ફ્રિજમાં પણ સ્ટોર કરી શકો છો. આ માટે સૌથી પહેલા ચોખાને સ્વચ્છ એર ટાઈટ કન્ટેનરમાં રાખો. પછી તેને ફ્રીજમાં રાખો. જેના કારણે ચોખા લાંબા સમય સુધી તાજા રહે છે આ સાથે જ તેમાં કીડા પણ દેખાતા નથી.
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
ચમત્કારિક છે લવિંગના આ ટોટકા, મોટી-મોટી સમસ્યાઓ કરી દેશે દૂર, ધનના કરશે ઢગલા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube