ખેડૂતોને મળી ભેટ, હવે સરકાર આપી રહી છે 50 ટકા સબસિડી, 15 જુલાઇ સુધી કરો એપ્લાય

Subsidy For Farmers: PM કિસાન સન્માન નિધિનો 14મા હપ્તા (pm kisan 14th installment)ના પહેલા ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે. હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને 50 ટકા સબસિડીનો લાભ મળશે.

ખેડૂતોને મળી ભેટ, હવે સરકાર આપી રહી છે 50 ટકા સબસિડી, 15 જુલાઇ સુધી કરો એપ્લાય

Horticulture Mission: કેન્દ્ર અને રાજ્ય સરકાર (Central and State Government) દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિના 14મા હપ્તા (pm kisan 14th installment) પહેલા ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે. હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને 50 ટકા સબસિડીનો લાભ મળશે અને જો કોઈ ખેડૂત તેનો લાભ લેવા માંગતો હોય તો તેની પાસે 15 જુલાઈ સુધીનો સમય છે. તમે આ માટે 15મી જુલાઈ સુધી અરજી કરી શકો છો. આવો તમને જણાવીએ કે આનો લાભ કોને મળશે.

મળશે 50 ટકા સબસિડી 
બિહાર સરકારે ખેડૂતોને ભેટ આપી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે હવેથી ખેડૂતોને ફળના છોડ પર સબસિડીનો લાભ મળશે. નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને મુખ્યમંત્રી બાગાયત મિશન યોજના હેઠળ ખેડૂતોને 50 ટકા સબસિડી મળશે.

કેવા પાકને મળશે સબસિડી?
જો તમે કેરી, જામફળ, લીચી, આમળા જેવા છોડની ખેતી કરો છો, તો તમને તેના પર સબસિડીનો લાભ મળશે. રાજ્ય સરકારે ખેડૂતોની આવક વધારવા માટે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ઘણા વર્ષો સુધી કરી શકે છે કમાણી
રાજ્ય સરકારે જણાવ્યું છે કે ખેડૂતો બાગાયતી પાકોમાંથી સારો નફો કમાઈ શકે છે. એક વાર છોડ વાવીને ખેડૂતો ઘણા વર્ષો સુધી કમાણી કરી શકે છે.

બિહાર સરકારે કર્યું ટ્વીટ 
બિહાર સરકારના કૃષિ વિભાગ, બાગાયત નિર્દેશાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બાગાયત મિશન અને મુખ્યમંત્રી બાગાયત મિશન યોજના હેઠળ, ખેડૂતોને ફળના છોડ પર 50 ટકા સબસિડી મળશે.

15મી જુલાઈ સુધી અરજી કરી શકો છો એપ્લાય
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ બાગાયત વિભાગની વેબસાઈટ horticulture.bihar.gov.in પર અરજી કરવી જોઈએ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે. આ ઉપરાંત, વધુ માહિતી માટે, બ્લોકના બ્લોક હોર્ટિકલ્ચર ઓફિસર અથવા તમારા જિલ્લાના મદદનીશ નિયામક બાગાયતનો સંપર્ક કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news