ગરમી વધતાં ઘરમાં વધી જાય છે ગરોળીની સંખ્યા, ઘરમાંથી ભગાડવી હોય ગરોળીને તો કરો આ એક સરળ કામ
Home Remedies For Lizard: ગરોળી સામાન્ય રીતે ઘરના દરેક ખૂણામાં અને સૌથી વધુ લાઈટની આસપાસ ફરતી જોવા મળશે. ગરોળીને પકડીને બહાર કાઢવી તો અશક્ય છે પરંતુ તમે કેટલાક એવા ઉપાય કરી શકો છો જેનાથી ગરોળી જાતે જ તમારા ઘરમાંથી ભાગી જશે. તો આ ઉનાળામાં તમારા ઘરમાં પણ ગરોળીનો ત્રાસ વધી જાય તે પહેલા જ સરળ ઉપાય કરી લો.
Home Remedies For Lizard: આમ તો ગરોળી દરેક ઋતુમાં જોવા મળે છે પરંતુ ગરમીના દિવસોમાં ગરોળીઓનો ત્રાસ વધી જાય છે. ગરમી શરૂ થાય એટલે ઘરની અંદર ગરોળીની સંખ્યા પણ વધી જાય છે. ગરોળીથી દરેક વ્યક્તિ ડરે છે. તેથી તેને પકડીને બહાર કાઢવી મુશ્કેલ કામ થઈ જાય છે. ગરોળી સામાન્ય રીતે ઘરના દરેક ખૂણામાં અને સૌથી વધુ લાઈટની આસપાસ ફરતી જોવા મળશે. ગરોળીને પકડીને બહાર કાઢવી તો અશક્ય છે પરંતુ તમે કેટલાક એવા ઉપાય કરી શકો છો જેનાથી ગરોળી જાતે જ તમારા ઘરમાંથી ભાગી જશે. તો આ ઉનાળામાં તમારા ઘરમાં પણ ગરોળીનો ત્રાસ વધી જાય તે પહેલા જ સરળ ઉપાય કરીને તમારા ઘરને ગરોળીથી સેફ કરી લો.
આ પણ વાંચો:
ઘરની વસ્તુઓને કોતરી ખાતા ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે... એવા જબરદસ્ત છે આ ઘરગથ્થુ નુસખા
ગરોળી એકવારમાં જ ભાગી જશે ઘરમાંથી, અજમાવો આ દેશી નુસખા
આ ફળનું નામ કહેવામાં ગામ ગાંડુ થયું, સોશિયલ મીડિયા યૂઝર્સ થયા કંફ્યૂઝ, તમને ખબર છે?
ગરોળીને ભગાડવાના ઉપાય
- કાળા મરીનો પાવડર અને લાલ મરીનો પાવડર એક એક ચમચી લેવો અને તેને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યાર પછી ગરોળી સૌથી વધુ જોવા મળતી હોય ત્યાં આ પાણી છાંટી દો.
- કોફી પાવડરમાં તમાકુ મિક્સ કરીને થોડું પાણી ઉમેરી તેના નાના નાના બોલ બનાવી લો. હવે આ બોલને ત્યાં રાખી દો જ્યાં ગરોળી સૌથી વધુ આવતી હોય. તેનાથી ગરોળી ઘર મૂકીને ભાગી જશે.
- જો તમે ઈંડા ખાતા હોય તો ઈંડાના વધેલા છોતરાને ડસ્ટબિનમાં ફેંકવાને બદલે ત્યાં રાખી દો જ્યાં ગરોળી આવતી હોય. આમ કરવાથી ગરોળી ભાગી જશે.
- ડુંગળી અને લસણની તીવ્ર ગંધ ગરોળી સહન કરી શકતી નથી અને ઘરમાંથી દૂર ભાગી જાય છે. તેથી ઘરના મુખ્ય દરવાજા અને બારી પાસે લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી દેવી.
- પાણીમાં મરી પાવડર મિક્સ કરીને તેને સ્પ્રે બોટલમાં ભરી એ બધી જ દીવાલ પર છાંટી દો જ્યાં ગરોળી ફરતી હોય. એકવાર પછી ગરોળી જોવા નહીં મળે.
- ગરોળીને ભગાડવા જઈએ તો તે સ્પીડમાં આમતેમ ભાગવા લાગે છે અને ઘણી વખત માથા પર પડી જાય છે. તેવામાં તેને પકડીને ભગાડવી હોય તો તેના ઉપર પહેલા ઠંડુ પાણી છાંટી દેવું જેનાથી તે ધીમી પડી જશે. ત્યાર પછી તેને પકડીને ઘરમાંથી બહાર કાઢવી સરળ થઈ જશે.