અમદાવાદઃ જો તમે ગરમીની સીઝનમાં કોઈ યાત્રાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આઈઆરસીટીસીએ એક ટ્રાવેલ ટૂર પેકેજ GARVI GUJARAT (CDBG13)લોન્ચ કર્યું છે. જેમાં તમને ગુજરાતના ઘણા સુંદર સ્થળોની યાત્રા કરવાની તક મળશે. પરંતુ તમારે તે માટે એડવાન્સ બુકિંગ કરવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આઈઆરસીટીના એર ટૂર પેકેજનું નામ 'GARVI GUJARAT (CDBG13)છે. આ પેકેજનો સમયગાળો 9 દિવસ અને 8 રાતનો છે. આ ટૂર પેકેજની શરૂઆત 03.04.2024 થી થવાની છે. આ પેકેજમાં તમારે ટ્રેનથી યાત્રા કરવી પડશે. તમે દિલ્હી, ગુડગાંવ, રેવાડી, રીંગસ, ફુલેરા, અજમેરથી યાત્રામાં સામેલ થઈ શકો છો. બુકિંગ પ્રમાણે સ્ટેશનની પસંદગી તમે કરી શકો છો. યાત્રા કરવા દરમિયાન તમારે ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. આઈઆરસીટીસી દ્વારા આ તમામ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે તમને માર્ગદર્શન અને યાત્રાનો વીમો પણ મળશે.



કઈ-કઈ જગ્યા છે સામેલ
વડોદરા: સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન (યુનેસ્કો સાઇટ)
સોમનાથ: સોમનાથ મંદિર, સોમનાથ બીચ, ભાલકા તીર્થ
દ્વારકા: દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બાયત દ્વારકા
દીવ: દીવનો કિલ્લો
અમદાવાદ: સાબરમતી આશ્રમ, અક્ષરધામ, દાંડી કુટીર, અડાલજ સ્ટેપવેલ
મોઢેરા: સૂર્ય મંદિર (યુનેસ્કો સાઇટ)
પાટણ: રાની કી વાવ અથવા રાની કી સ્ટેપવેલ (યુનેસ્કો સાઇટ)


કેટલો ખર્ચ આવશે
ટૂર પેકેજ માટે ટેરિફ પેરેન્જર દ્વારા પસંદ કરવામાં આવેલી કેટેગરી પ્રમાણે હશે. થર્ડ એસીમાં 56 સીટો માટે બુકિંગ કરવામાં આવી રહ્યું છે, જેનું ભાડું પ્રતિ વ્યક્તિ 56,745, બે લોકો માટે 49,460, ત્રણ લોકો માટે 48480 છે. તો 5 વર્ષથી 11 વર્ષ સુધીના બાળકો માટે 43,680 છે. સેકેન્ડ એસી હેઠળ બુકિંગ 36 સીટો માટે થશે, જેમાં પ્રતિ વ્યક્તિ 74,530, બે લોકો માટે 67180, ત્રણ લોકો માટે 66240 છે. તો 5થી 11 વર્ષના બાળકો માટે 59305 છે. ફર્સ્ટ એસીની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ 79,845, બે લોકો માટે 72,495, ત્રણ લોકો માટે 71,560 છે. તો 5 વર્ષથી 11 વર્ષના બાળકો માટે 64,620 છે. 1 એસી કૂપ માટે બુકિંગ 20 સીટો માટે થશે. તમે આઈઆરસીટીસી ટૂરિઝ્મની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન આ પેકેજ બુક કરી શકો છો.