Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફર ખાસ કરીને ફેબ્રુઆરી મહિના માટે છે. જેમાં તમને ગુજરાતના ગર્વ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC એ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ખાસ ટુર પેકેજ ઓફર કર્યું છે. આ ટુર પેકેજને દેખો અપના દેશ અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓને ગુજરાત ફરવાનો મોકો મળશે. આ ટુર પેકેજનું નામ છે વાઈબ્રન્ટ ગુજરાત વિથ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ ટુર પેકેજની શરૂઆત બેંગલુરુથી થશે. 


ઉલ્લેખનીય છે કે, IRCTC પ્રવાસીઓ માટે દેશ અને વિદેશમાં વિવિધ ટુર પેકેજ ઓફર કરતું રહે છે. આ ટુર પેકેજ દ્વારા ટુરિસ્ટ સસ્તામાં અને સુવિધાવાળી ટુર કરી શકે છે. વિવિધ જગ્યાઓ પર તમને ફરવાનો મોકો મળે છે. IRCTC ના આ ટુર પેકેજમાં રહેવા અને ખાણીપણી બંનેની વ્યવસ્થા હશે. સાથે જ પ્રવાસીઓને ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે. તેમજ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ આપવામાં આવે છે. IRCTC ના આ ટુર પેકેજ પ્રવાસીઓ માટે ખાસ બની રહેશે.  


જેમને દીક્ષાર્થીનો દ પણ નહોતી ખબર, પિત્ઝા ખાઈને મોટા થયેલા NRI ભાઈ-બહેન લેશે દીક્ષા


8 દિવસની છે આ ટુર
IRCTC આ ટુર પેકેજમાં પ્રવાસીઓ માટે પોર્ટબ્લેયર, દ્વારકા, સોમનાથ, ભાવનગર, અમદાવાદ, કેવડિયા અને વડોદરાની સેવા ઉપલબ્ધ કરાવશે. IRCTC ની આ ટુર 7 રાત અને 8 દિવસની રહેશે. ટુરની શરૂઆત 17 ફેબ્રુઆરીથી થશે. જોકે, તમે આ ટુર ચૂકી જાઓ તો ચિંતા ન કરતા. કારણ કે, 16 માર્ચથી IRCTC ફરીથી આજ ટુર શરૂ કરાવશે. આ ટુર પેકેજમાં મુસાફરી ફ્લાઈડ મોડ પર રહેશે. જેમાં ઉત્તરમ હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે. 


એક ગુજરાતીએ છોડ્યું કેનેડા, પત્નીને પણ પાછા લેતા આવ્યા : બીજાને આપી મિલિયન ડોલર સલાહ


ટુર પેકેજનો ભાવ કેટલો
આ ટુર પેકેજના ભાવની વાત કરીએ તો સિંગલ બુક કરાવવા પર તમને 52,950 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. તો ડબલ શેરિંગમાં 39,650 રૂપિયા અને ત્રિપલ શેરિંગમાં 38,400 રૂપિયા ચાર્જ રહેશે. 


આ ઉપરાંત 5 થી 11 વર્ષના બાળક માટે બેડ લેવા પર 35,700 રૂપિયાનો ચાર્જ હશે. તો બેડ ન લેવા પર 5 થી 11 વર્ષના બાળકો માટે ભાડું 33,950 રૂપિયા ચાર્જ લાગશે. 2 થી 4 વર્ષના બાળકો માટે ભાડું 23,900 રૂપિયા આપવાનું રહેશે. 


 IRCTC ની વેબસાઈટ પર જઈને પણ તમે આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.  


કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ છે મોટુ કારણ