Oil Benefits: વાળ અને ત્વચાની સુંદરતાને વધારે છે કરંજનું તેલ, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત
Oil Benefits: કેટલાક તેલ એવા હોય છે જે વાળ અને ત્વચા બંને માટે લાભકારી હોય અને બંને માટે ઉપયોગમાં લઈ શકાય. વાળ અને ત્વચા બંને માટે ઉપયોગી હોય તેવું તેલ કરંજનું તેલ પણ છે. કરંજ ના બીજ માંથી આ તેલ કાઢવામાં આવે છે અને તે વાળ અને ત્વચા માટે ગુણકારી છે.
Oil Benefits: ત્વચા અને વાળની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ થાય છે. જોકે કેટલાક તેલ એવા હોય છે જે વાળ અને ત્વચા બંને માટે લાભકારી હોય અને બંને માટે ઉપયોગમાં લઈ શકાય. વાળ અને ત્વચા બંને માટે ઉપયોગી હોય તેવું તેલ કરંજનું તેલ પણ છે. કરંજ ના બીજ માંથી આ તેલ કાઢવામાં આવે છે અને તે વાળ અને ત્વચા માટે ગુણકારી છે. આયુર્વેદમાં કરંજના તેલનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી શું ફાયદો થાય છે તેનાથી અજાણ હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કરંજના તેલથી ત્વચા અને વાળને કયા ફાયદા થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
ત્વચા રહે છે યુવાન
જો ચહેરા પર વધતી ઉંમરની અસર દેખાતી અટકાવી હોય તો તમે કરંજના તેલનો ઉપયોગ બ્યુટી રૂટીનમાં કરી શકો છો. કરંજ નું તેલ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે ફ્રી રેડીકલ્સ ને બે અસર કરવામાં મદદ કરે છે. જો તમે તેનો ઉપયોગ નિયમિત રીતે કરો છો તો ચહેરા પર દેખાતી ફાઈન લાઇન્સ અને કરચલીઓ મટે છે.
આ પણ વાંચો:
Weight Loss: બરફ ઓગળે એમ ઓગળશે શરીરમાં જામેલી ચરબીના થર, નાસ્તામાં ખાવી આ 4 વસ્તુઓ
Skin Care: મીઠું ત્વચાની ડેડ સ્કીન દુર કરી વધારે છે ગ્લો, આ રીતે કરી શકો છો ઉપયોગ
ગરદન પરના મેલને 10 મિનિટમાં દુર કરી દેશે ખાવા-પીવાની આ વસ્તુઓ, જાણો ઉપયોગ કરવાની રીત
ચહેરાના ડાઘથી મળે છે મુક્તિ
જો તમારા ચહેરાની સુંદરતા પર ડાઘ ગ્રહણ સમાન બની ગયા છે તો કરન્સના તેલનો ઉપયોગ કરીને તમે ચેહરાની ત્વચા પર દેખાતા ડાઘને દૂર કરી શકો છો. કરંજનું તેલ ડેડ સ્કિનને હટાવશે અને ત્વચા પર રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે જેના કારણે ત્વચા ના ડાઘ દૂર થાય છે.
સ્કીન રહે છે સોફ્ટ
કરંજના તેલનો ઉપયોગ ત્વચા પર કરવાથી સ્કીન બેબી સોફ્ટ રહે છે. કંચના તેલમાં ઓમેગા 9 અને ઓમેગા 6 જેવા આવશ્યક પોષક તત્વો હોય છે જે ત્વચા ની સોફ્ટનેસ ને જાળવી રાખે છે.
આ પણ વાંચો:
દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવાનું રાખશો તો કાંસકામાં નહીં દેખાય વાળના ગુચ્છા
સફેદ વાળને મૂળમાંથી કાળા કરી દેશે કેળા, જાણો વાળ કાળા કરવાના 3 અસરકારક ઘરેલુ ઉપાયો
વાળની વધે છે મજબૂતી
કરંજનું તેલ વાળમાં લગાડવાથી તડકાના કારણે વાળ અને સ્કેલપને થતું નુકસાન અટકે છે. કરંજના તેલનો ઉપયોગ કરશો તો ઘરની બહાર નીકળ્યા પછી તડકા અને ગરમીના કારણે થતું હેર ડેમેજ બંધ થઈ જશે
હેર ગ્રોથ વધશે
જો તમે વાળને લાંબા કરવા માંગો છો અને તે કાળા પણ રહે તેવી ઈચ્છા છે તો વાળમાં કરંજના તેલનો ઉપયોગ કરો. કરંજનું તેલ એન્ટિઓક્સિડન્ટ અને અન્ય જરૂરી કમ્પાઉન્ડથી ભરપૂર હોય છે. જે કાળા વાળને સફેદ થતા અટકાવે છે અને હેર ગ્રોથ પણ વધારે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)