Kitchen Hacks: દૂધ ઉભરાઈ જાય છે અવારનવાર? તો ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ટ્રીક, દૂધ તપેલામાંથી બહાર નહીં આવે
Kitchen Hacks: દૂધ ગરમ કરતી વખતે તમારી સાથે પણ આવી દુર્ઘટના વારંવાર બનતી હોય તો આજે તમને પાંચ એવી ટ્રિક્સ જણાવીએ જેને અપનાવશો તો દૂધ ઉભરાવાની ચિંતાથી મુક્ત થઈ જશો. આ ટ્રીક અજમાવ્યા પછી દૂધ ગેસ પર ઉકળતું રહેશે પણ બહાર એક ટીપુ પણ નહીં પડે.
Kitchen Hacks: રસોડામાં કામ કરતી વખતે જો થોડું પણ ધ્યાન અહીંથી ત્યાં થાય તો ગડબડ થઈ શકે છે. ખાસ કરીને દૂધ ગરમ કરવા મૂક્યું હોય ત્યારે એક મિનિટ પણ નજર હટી જાય તો દૂધ ઉભરાઈ જાય છે. ગરમ કરવા મૂકેલું દૂધ ઉકળીને બહાર નીકળી જાય તો ગેસ સહિત પ્લેટફોર્મ પણ ખરાબ થાય છે અને દૂધનો પણ વ્યય થાય છે. દૂધ ગરમ કરતી વખતે તમારી સાથે પણ આવી દુર્ઘટના વારંવાર બનતી હોય તો આજે તમને પાંચ એવી ટ્રિક્સ જણાવીએ જેને અપનાવશો તો દૂધ ઉભરાવાની ચિંતાથી મુક્ત થઈ જશો. દૂધ ગરમ કરતી વખતે આ પાંચમાંથી કોઈ એક ટ્રીક અજમાવી જુઓ. આ ટ્રીક અજમાવ્યા પછી દૂધ ગેસ પર ઉકળતું રહેશે પણ બહાર એક ટીપુ પણ નહીં પડે.
દૂધને ઉભરાતું અટકાવવાની ટ્રિક્સ
આ પણ વાંચો: Hair Fall: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, ઘરમાં રહેલા આ 2 તેલનો કરો ઉપયોગ
1. જ્યારે પણ દૂધ ગરમ કરવા મુકો તો તેમાં પહેલાથી જ એક ચમચી રાખી દો. આમ કરવાથી દૂધ ગરમ થઈને ઉકળવા લાગશે પણ ઉભરાશે નહીં. દૂધ એટલા માટે ઉભરાતું હોય છે કે દૂધમાં જે વરાળ બને છે તે બહાર નીકળતી નથી જેના કારણે દૂધ ઉભરાઈ જાય છે પરંતુ ચમચી રાખવાથી વરાળને બહાર નીકળવાનો રસ્તો મળી જશે અને દૂધ ઢોળાશે નહીં.
આ પણ વાંચો: તમારા દાંત પણ પીળા પડી ગયા છે ? તો રોજ ચાવો આ પાન, 7 દિવસમાં દાંત મોતી જેવા સફેદ થશે
2. જે વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું હોય તેમાં ઘી કે બટર લગાવી દેવું. આમ કરવાથી ઘી કે બટરની ચીકાશ દૂધમાં મિક્સ થઈ જશે જેના કારણે દૂધ ઉભરાઈને બહાર નહીં આવે. આ કામ કરશો તો દૂધ ગરમ મૂકીને તમે બીજા બે કામ પતાવી શકશો.
3. જ્યારે પણ દૂધ ગરમ કરવા મુકો તો તપેલાની આરપાર એક લાકડીનો સ્પેચ્યુલા કે રોટલી બનાવવાનું વેલણ રાખી દેવું. તપેલાની ઉપર વેલણ રાખી દેશો તો દૂધ ગરમ થઇ જશે તો પણ ઉભરાશે નહીં.
આ પણ વાંચો: આ રીતે સ્કિન કેરમાં સામેલ કરો ચોકલેટ, 40 વર્ષે પણ 20 વર્ષ જેવો સુંદર દેખાશે ચહેરો
4. જે વાસણમાં દૂધ ગરમ કરવા મુકવાનું હોય પહેલા તેમાં થોડું પાણી નાખી દેવું. ત્યાર પછી તેમાં દૂધ ગરમ કરવા મુકો આમ કરવાથી દૂધ ઉભરાવાનું ટેન્શન રહેતું નથી.
5. જો તમે કોઈ કામ કરી રહ્યા હોય અને દૂધમાં અચાનક ઊભરો આવી જાય તો ચિંતા કરવાની જરૂર નથી ફટાફટ જ થોડું પાણી લઈને દૂધની ઉપર છાંટી દો. આમ કરવાથી દૂધ વાસણની બહાર નહીં પડે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)