ઝી મીડિયા/બ્યૂરો :હિન્દુ ધર્મમાં મહિલાઓને લક્ષ્મી માનવામાં આવે છે. કહેવાય છે કે, જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આ રીતે મહિલાઓના શરીરના અનેક નિશાન પણ તેઓને ભાગ્યશાળી બનાવે છે. માન્યતા છે કે, જે મહિલાના હાથ લાંબા હોય છે અથવા પગની આંગળીઓ લાંબી હોય છે, તે બહુ જ ભાગ્યશાળી હોય છે. આ મહિલા જ્યાં પણ રહે છે ત્યાં ખુશહાલી રહે છે. આવા જ કેટલાક ભાગ્યશાળી મહિલાના લક્ષણો જાણી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે, જે મહિલાઓના હાથ લાંબા હોય છે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. મહિલાઓના લાંબા અને મુલાયમ પગ શુભ માનવામાં આવે છે. મોટું માથું પણ મહિલાઓ માટે ભાગ્યશાળી કહેવાય છે. 


જે મહિલાઓની પગી દરેક આંગળી સમાન લંબાઈની હોય છે, તે મહિલા તેની આખી જિંદગીમાં માત્ર ખુશી જ મેળવે છે. તે પોતાના પરિવારને હંમેશા ખુશ રાખે છે. મહિલાના નાકના આગળના ભાગમાં તલ કે મસ્સો એ બતાવે છે કે, કુદરત તેના પર કેટલી મહેરબાન છે. 


લાંબા દાંતવાળી મિહલાઓને ક્યારેય પણ રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મહિલાઓની લાંબી ગરદન પણ શુભ માનવામાં આવે છે. લાંબા ગરદનવાળી મહિલા ઐશ્વર્યને ભોગનારી માનવામાં આવે છે. 


મહિલાઓના લાંબા કાન પણ તેને ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી બનાવે છે. મહિલાઓના લાંબા કાન તેની લાંબી ઉંમરને દર્શાવવાની સાથે સાથે તેને સુખ અને ઐશ્વર્ય પણ અપાવે છે.


મહિલાઓના લાંબા વાળ તેના સૌંદર્યની સાથે ભાગ્યશાળી હોવાની નિશાની છે. આ જ કારણ છે કે, દેવીની પ્રતિમાઓમાં લાંબા વાળ બતાવવામાં આવે છે. લાંબા વાળ શુભતા અને ભાગ્યળશાળી હોવાનું પ્રતિક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર