ત્વચાની દરેક સમસ્યાનો ઈલાજ છે ઘઉંનો લોટ, આ રીતે કરશો ઉપયોગ તો સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ
Wheat Flour For Skin Care: આજ સુધી તમે સ્કીન કેર માટે હળદર, દૂધ, ચણાનો લોટ, મલાઈ, દહીં, લીંબુ જેવી વસ્તુઓને ચહેરા પર વાપરી હશે. પરંતુ શું તમે ક્યારેય ચહેરા પર ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે ? ઘઉંનો લોટ પણ ત્વચા માટે વરદાન સમાન સાબિત થાય છે.
Wheat Flour For Skin Care: દરેક વ્યક્તિ પોતાની ત્વચાને સુંદર બનાવવા માટે ચહેરા પર વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ઘરના રસોડામાં ઉપલબ્ધ ઘણી વસ્તુઓ ત્વચાની સંભાળ માટે ઉત્તમ ગણાય છે. આજ સુધી તમે પણ હળદર, દૂધ, ચણાનો લોટ, મલાઈ, દહીં, લીંબુ જેવી વસ્તુઓને ચહેરા પર વાપરી હશે. પરંતુ શું તમે ક્યારેય ચહેરા પર ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે ?
ઘઉંનો લોટ પણ ત્વચા માટે વરદાન સમાન સાબિત થાય છે. પરંતુ મોટાભાગે સ્કીન કેરમાં તેનો ઉપયોગ થતો નથી. કારણ કે લોકો તેના વિશે જાણતા નથી. જે લોટનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરો છો તેને તમારા ચહેરા પર લગાવશો તો તમારો ચહેરો ચમકી જશે. ખાસ કરીને ઉનાળામાં ચહેરા માટે ઘઉંનો લોટ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો તમને જણાવીએ ઘઉંના લોટનો ફેસ પેક કેવી રીતે તૈયાર કરવો અને તેનાથી કયા ફાયદા થાય છે.
આ પણ વાંચો:
Hair Fall: વાળને ખરતા અટકાવવા હોય તો રોજ કરો આ યોગાસન, વાળ થશે કાળા અને લાંબા
Weight Loss: વજન ઓછું કરવા પીવું કાકડીનું પાણી, પીવાથી શરીરને થશે આટલા ફાયદા
શેમ્પૂમાં આ વસ્તુ મિક્સ કરી વાળ ધોવાનું કરો શરુ, 30 દિવસમાં વધી જશે વાળની લંબાઈ
સનબર્ન અને ટેનિંગને દુર કરવા માટે
જો તમારી ત્વચા પર ટેનિંગ થઈ ગયું છે અને તમારો ચહેરો કાળો થઈ ગયો છે. તો તેને દુર કરવા માટે ઘઉંના લોટનો ફેસ પેક લગાવી શકાય છે. તેનાથી સન બર્નના નિશાન દુર થઈ જાય છે. ઉનાળામાં ત્વચામાંથી નીકળતું વધારાનું તેલ ખીલની સમસ્યાનું પણ કારણ બને છે.આવી સ્થિતિમાં ઘઉંનો લોટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે ચહેરા પર ઘઉંના લોટથી બનેલો ફેસ પેક લગાવશો તો તમારા ચહેરા પર પ્રદૂષણની અસર પણ ઓછી થશે અને ચહેરો પણ ચમકી ઉઠશે. ઘઉંનો લોટ એક ઉત્તમ સ્ક્રબનું કામ કરે છે. તેના વડે ચહેરા પર સ્ક્રબ કરવાથી કરચલીઓ અને ગંદકી સાફ થઈ જાય છે.
કેવી રીતે બનાવવો ઘઉંના લોટનો ફેસ પેક ?
ઘઉંના લોટનો ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ઘઉંનો લોટ લેવો અને તેમાં અડધી ચમચી એલોવેરા જેલ, એક ચમચી ચંદન પાવડર, એક ચમચી કેળાની પેસ્ટ, અડધી ચમચી લીંબુ અથવા દહીં અને થોડું ગુલાબજળ ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પાતળું બેટર બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને ચહેરાને સુકાવા દો. 30 મિનિટ પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)