વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ સ્લીમ બોડીનું રહસ્ય, પાતળા લોકોનુ વજન આ કારણે વધતુ નથી
Slim Body Secret : પાતળા શરીરને લઈને લોકો વચ્ચે જે ચર્ચા થતી હતી, તેના પર વૈજ્ઞાનિકોએ કર્યુ રિસર્ચ, અને ખરુ કારણ શોધી કાઢ્યું
અમદાવાદ :શરીરના જાડા પાતળા થવા પાછળ લોકો અનેક લોજિક કાઢે છે. ખાસ કરીને પાતળા શરીર માટે લોકો અનેક ધારણા બાંધતા હોય છે. કોઈ કહે છે કે, તેઓ વધુ ચાલે છે અને કસરત કરે છે તેથી પાતળા હોય છે. ત્યારે વૈજ્ઞાનિકોએ સ્લીમ બોડીનું રહસ્ય શોધી કાઢ્યુ છે. રિસર્ચમાં સામે આવ્યુ કે, પાતળા લોકો ન તો ઓછું ખાય છે, ન તો વધુ કસરત કરે છે. પરંતુ તેમની શરીરની રચના ખાસ પ્રકારની હોય છે.
વિદેશની એક યુનિવર્સિટી દ્વારા એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પાતળા લોકો પર રિસર્ચ કરાયુ હતું. કેટલાક પાતળા લોકો પર બે અઠવાડિયા સુધી રિસર્ચ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પાતળા લોકો 23 ટકા ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. વધુ સમય બેસી રહે છે. સામાન્ય લોકો કરતા 12 ટકા ઓછું ભોજન ખાય છે. પરંતુ તેમની પાચન શક્તિ એટલી ઝડપી હોય છે કે, તેમની કેલેરી ઝડપી બર્ન થાય છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના મેળાને મળી મંજૂરી, પરંતુ પશુ મેળો નહિ યોજાય
આ અભ્યાસના પરિણામો તબીબો માટે પણ ચોંકાવનારા છે. પાતળા લોકોનું મેટાબોલિઝમ સામાન્ય લોકો કરતા ઝડપી હોય છે. શરીરના ચરબીના આધારે તેમની પાચનક્રિયા અપેક્ષિત કરતા 22 ટકા વધુ છે. અતિશય ચયાપચય થાઈરોઈડ હોર્મોનના ઉચ્ચ સ્તર સાથે સંકળાયેલુ હતું, જે લોકોને ઓછી ભૂખ લાગે છે, અને તેમને સ્લિમ રાખવામાં મદદગાર સાબિત થાય છે.
તારણમાં જાણવા મળ્યુ કે, દુબળા લોકોએ સામાન્ય લોકો કરતા 12 ટકા ઓછું ભોજન ખાધું હતું. તેની સામે તેઓ વધુ સમય બેસી રહ્યા હતા. પરંતુ તેમનુ મેટાબોલિઝમ એટલુ ઝડપી કામ કરે છે કે ચરબી જલ્દી બર્ન થાય છે. ત્યારે આ પર સંશોધકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે, શું કુદરતી રીતે આ લોકોમાં મેટાબોલિઝમ વધુ હોય છે?
આ પણ વાંચો : રાજકોટમાં નજર કરો ત્યાં ગાયના લાશોના ઢગલા, લમ્પી વાયરસથી હાહાકાર
સાથે જ તબીબોએ પણ જાણ્યુ કે, જે લોકો કુદરતી રીતે પાતળા છે, તેઓ ઓછા વજનને કારણે કસરત પણ કરતા નથી. ઓછું ખાય છે. આ જ કારણ છે કે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું હોય છે.
સામાન્ય રીતે કહેવાય છે કે, પાતળા લોકોએ સક્રિય રહેવુ જોઈએ. ઓછું વજન જાળવી રાખવુ જોઈએ, પરંતુ વૈજ્ઞાનિકોએ મેળવેલા પરિણામો તેનાથી વિપરીત હતા.