Hair Treatment: કેરાટીન અને સ્મુધનિંગમાં જમીન-આસમાનનો ફરક, જાણો કેવા વાળમાં કઈ ટ્રીટમેન્ટ કરાવવી ?
Hair Treatment:કેરાટીન અને સ્મૂધનીંગને લઈને યુવતીઓમાં ગેરસમજ હોય છે. આ બંને ટ્રીટમેન્ટનું ચલણ વધી રહ્યું છે. પરંતુ આ બંને ટ્રીટમેન્ટ વિશે પૂરતી જાણકારીનો અભાવ હોય છે. આ બંને ટ્રીટમેન્ટ વાળને સિલ્કી અને સ્ટ્રેટ લુક આપે છે પરંતુ બંને ટ્રીટમેન્ટ વચ્ચે ખૂબ અંતર છે. આજે તમને જણાવીએ કેરાટીન અને સ્મૂધનીંગ ટ્રીટમેન્ટમાં ફરક શું છે..
Hair Treatment: તહેવારોની શરૂઆત થાય અને સાથે જ યુવતીઓના પાર્લરના ધક્કા વધી જાય. આ સમય દરમિયાન સૌથી વધારે હેર ટ્રીટમેન્ટ માટે ક્રેઝ જોવા મળે છે. યુવતીઓ અલગ અલગ હેર ટ્રીટમેન્ટ કરાવીને વાળને સિલ્કી અને સ્ટ્રેટ બનાવે છે. જેમાં સૌથી વધારે કેરાટીન અને સ્મૂધનીંગને લઈને યુવતીઓમાં ગેરસમજ હોય છે. આ બંને ટ્રીટમેન્ટનું ચલણ વધી રહ્યું છે. પરંતુ આ બંને ટ્રીટમેન્ટ વિશે પૂરતી જાણકારીનો અભાવ હોય છે. આ બંને ટ્રીટમેન્ટ વાળને સિલ્કી અને સ્ટ્રેટ લુક આપે છે પરંતુ બંને ટ્રીટમેન્ટ વચ્ચે ખૂબ અંતર છે. આજે તમને જણાવીએ કેરાટીન અને સ્મૂધનીંગ ટ્રીટમેન્ટમાં ફરક શું છે અને કેવા વાળમાં કઈ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ.
આ પણ વાંચો: White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા
સ્મુધનીંગ હેર ટ્રીટમેન્ટ
હેર સ્મુધનીંગ એક કેમિકલ પ્રોસેસ છે. જેમાં વાળની ઉપરની સપાટીને સ્મૂધ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં વાળ પરની ક્રિઝ હટાવીને સ્મુધ અને શાઈની બનાવવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં કેટલાક કેમિકલનો ઉપયોગ થાય છે જે વાળના ક્યુટીકલ્સને નબળા બનાવી તેને સીધા અને ચમકદાર બનાવે છે. સ્મુધનીંગ ટ્રીટમેન્ટની અસર બે થી પાંચ મહિના સુધી રહે છે. ત્યાર પછી વાળ પોતાની પ્રાકૃતિક સ્થિતિમાં આવવા લાગે છે.
આ પણ વાંચો: આ 5 વસ્તુથી વધે છે કેરાટીન પ્રોડકશન, ખાશો તો વાળમાં કેરાટીન ટ્રીટમેન્ટ નહીં કરવી પડે
કેરાટીન ટ્રીટમેન્ટ
કેરાટીન ટ્રીટમેન્ટ એક પ્રોટીન બેઝ પ્રોસેસ છે. જેમાં વાળને કેરાટીન નામના પ્રોટીનની લેયરથી કોટ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ વાળને મજબૂત બનાવે છે અને શાઈની લુક આપે છે. આ ટ્રીટમેન્ટ એવા લોકો માટે સારી છે જેમના વાળ ખરે છે કારણ કે આ ટ્રીટમેન્ટથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.. આ ટ્રીટમેન્ટમાં વાળને સ્ટ્રેટ કરવામાં આવતા નથી. આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી વાળને સ્ટ્રેટ અને સ્મૂધ લુક મળે છે. આ ટ્રીટમેન્ટની અસર ત્રણથી છ મહિના સુધી રહે છે. કેરાટીન ટ્રીટમેન્ટથી વાળ હેલ્ધી અને મજબૂત બને છે તેનાથી વાળ સ્ટ્રેટ થતા નથી. આ ટ્રીટમેન્ટ ફ્રીઝી અને ડેમેજ વાળને રીપેર કરવામાં ઉપયોગી છે.
આ પણ વાંચો: Kankhajura:આ વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે
હેર ટ્રીટમેન્ટની પ્રોસેસ
હેર સ્મુધનિંગમાં કેમિકલ વડે વાળને સ્ટ્રેટ કરવામાં આવે છે. જ્યારે કેરાટીન ટ્રીટમેન્ટમાં વાળને પ્રોટીનની એક લેયરથી કવર કરવામાં આવે છે જેથી વાળ મુલાયમ અને હેલ્ધી બને. સ્મુધનિંગથી વાળ વધારે સ્ટ્રેટ અને ચમકદાર દેખાય છે. કેરાટીન ટ્રીટમેન્ટથી વાળ નેચરલ રીતે ચમકદાર અને મુલાયમ રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)