UK, બ્રિટન અને ઈંગ્લેન્ડમાં શું અંતર છે, IELTS માં પૂછાય છે આ પ્રશ્ન, 90 ટકા આપે છે ખોટો જવાબ
Difference between UK, Great Britain & England: આજે પણ મોટાભાગના લોકો યુનાઈટેડ કિંગડમ, ગ્રેટ બ્રિટન અને ઈંગ્લેન્ડને એક જ દેશ માને છે. જ્યારે કે આ ત્રણેયમાં ફરક છે, જાણો શું છે ભેદ
Difference between United Kingdom, Great Britain & England: ભારતમાંથી યુકે જનારો મોટો વર્ગ છે. જેઓને ત્યા જઈને વસવાના અભરખા હોય છે. પરંતું મોટાભાગના લોકો યુનાઈટેડ કિંગકમ, ગ્રેટ બ્રિટન અને ઈંગ્લેન્ડને એક જ દેશ સમજે છે. જ્યારે કે આ ત્રણેય વચ્ચે મોટો ફરક છે. તેમાંથી એક દેશ છે, બીજો ટાપુ છે, અને ત્રીજો ટાપુનો એક હિસ્સો છે.
યુનાઈટેડ કિંગડમ
સૌથી પહેલા વાત કરીએ તો યુનાઈટેડ કિંગડમ યુરોપના ઉત્તર પશ્ચિમી તટથી દૂર એક સ્વતંત્ર દેશ છે. તેમાં ગ્રેટ બ્રિટનનો પૂરો ટાપુ અને આયરર્લેન્ડનો ઉત્તરી ભાગ સામેલ છે. આ દેશનું ઓફિશિયિલ નામ યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્થન આર્યલેન્ડ છે.
યુનાઈટેડ કિંગડમની રાજધાની લંડન છે
યુનાઈટેડ કિંગડમનું નિર્માણ 1801 માં શરૂ થયું હતું, જ્યારે ગ્રેટ બ્રિટનના સામ્રાજ્ય અને આયરલેન્ડના સામ્રાજ્યની વચ્ચે એકીકરણની બાદ United Kingdom of Great Britain and Ireland ની સ્થાપના થઈ હતી. જોકે, 1920 ના દાયકોમાં જ્યારે દક્ષિણી આયરલેન્ડને સ્વતંત્રતા મળી, ત્યારે આ આધુનિક દેશનું નામ બદલીને United Kingdom of Great Britain and Ireland કરવામાં આવ્યું.
અંબાલાલ પટેલની આગાહી : બે ગ્રહોની યુતિ ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ લાવશે
ગ્રેટ બ્રિટન
ગ્રેટ બ્રિટન ફ્રાન્સના ઉત્તર પશ્ચિમ અને આયરલેન્ડના પૂર્વમાં સ્થિત એક ટાપુનું નામ છે. યુનાઈટેડ કિંગડમના મોટાભાગના ભાગમાં ગ્રેટ બ્રિટનનો ટાપુ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ગ્રેટ બ્રિટનનો આ ટાપુ ત્રણ ઓટોનોમસ વિસ્તાર ઈંગ્લેડન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડથી મળીને બને છે.
ગ્રેટ બ્રિટન પૃથ્વી પર નવમું સૌથી મોટું દ્વીપ છે અને તેનું ક્ષેત્રફળ 80,823 વર્ગ મીલ છે. ઈંગ્લેન્ડ ગ્રેટ બ્રિટનના ટાપુના દક્ષિણી-પૂર્વીય ભાગ પર આવેલું છે. જ્યારે કે વેલ્સ દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. સ્ટોકલેન્ડ ઉત્તરમાં સ્થિત છે. તમારી માહિતી માટે જણાવીએ કે, સ્કોટલેન્ડ અને વેલ્સ સ્વતંત્ર દેશ નથી. પરંતુ આંતરિક શાસનના સંબંધમાં યુનાઈટેડ કિંગડમના કેટલાક વિશેષાધિકાર ધરાવે છે.
ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ ગ્રેટ બ્રિટનના ટાપુના દક્ષિણી ભાગમાં સ્થિત છે, જે યુનાઈટેડ કિંગડમ દેશનો એક હિસ્સો છે. તમને જણાવીએ કે, યુનાઈટેડ કિંગડમમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, ઉત્તરી આયરલેન્ડના પ્રશાસનિક વિસ્તાર સામેલ છે. પ્રત્યેક ક્ષેત્ર પોતાની સ્વાયતત્તાના સ્તરમાં એકબીજાથી અલગ છે, પરંતું આ તમામ યુનાઈડેટ કિંગડમના ભાગ છે.
ફેસબુક પર પ્રેમીએ અનફ્રેન્ડ કર્યું તો ગુજરાતથી UP પહોંચી પ્રેમિકા, તૂટ્યુ દિલ
જોકે, ઈંગ્લેન્ડ પારંપરિક રૂપથી યુનાઈટેડ કિંગ઼નમનું દિલ માનમાં આવે છે. પંરતુ કેટલાક લોકો સમગ્ર દેશને સંબોધવા માટે ઈંગ્લેન્ડ શબ્દનો પ્રયોગ કરે છે. જોકે, આ યોગ્ય નથી. સામાન્ય રીતે લોકો લંડન ઈંગ્લેન્ડને એકસાથે પ્રયોગ કરે છે. જે ટેકનિકલ રીતે ખોટું છે. કારણ કે તેનો અર્થ છે લંડનના સમગ્ર યુનાઈટેડ કિંગડમની રાજધાનીના બદલે માત્ર ઈંગ્લેન્ડની રાજધાની છે.
યોગ્ય પ્રયોગ
તમને જણાવી દઈએ કે, યુનાઈટેડ કિંગડમમાં ગ્રેટ બ્રિટન કે ઈંગ્લેન્ડના રૂપમાં સંદર્ભિત કરવું યોગ્ય નથી. યાદ રાખો, યુનાઈટેડ કિંગડમ અથવા યુકે એક દેશ છે, જ્યારે કે ગ્રેટ બ્રિટન એક ટાપુ છે, અને ઈંગ્લેન્ડ યુકેના ચાર પ્રશાસનિક વિસ્તારોમાંથી એક છે.
વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને એવું કેમ કહ્યું કે, ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’