Sleeping position and personality: સૂવાની પોઝિશનથી ખુલી શકે છે તમારા `રાઝ`, જાણો શું છે તમારી પર્સનાલિટી!
Sleeping and personality: દરેક વ્યક્તિ અલગ-અલગ સ્થિતિમાં અલગ-અલગ રીતે સૂવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે રીતે ઊંઘો છો તે તમારી પર્સનાલિટી વિશે જણાવી શકે છે. જાણો કેવી રીતે.
નવી દિલ્હી: sleeping position: ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જો તમારે કોઈની પર્સનાલિટી વિશે જાણવું હોય, તો તમારે તેને સૂતા જોવું જોઈએ. અલબત્ત, તમને વાંચવામાં રમુજી લાગશે પણ તે સાચું છે. દરેક વ્યક્તિને ઊંઘવાની તેમની મનપસંદ પોઝિશન હોય છે. તમે સામાન્ય રીતે જે સ્થિતિમાં સૂઈ જાઓ છો તે તમારા સ્વાસ્થ્ય અને પર્સનાલિટી વિશે જણાવી શકે છે. ચાલો જાણીએ, કઈ પોઝિશન કઈ પર્સનાલિટી તરફ ઇશારો કરે છે.
બેબી પોઝિશન
તેને 'કર્લિંગ અપ લાઈક અ બેબી' પોઝિશન અથવા ભ્રૂણની પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. આ સૌથી લોકપ્રિય સ્લીપિંગ પોઝિશનમાંથી એક છે. જો તમે બેબી પોઝિશનમાં સૂઈ જાઓ છો, તો તમે ભોળા વ્યક્તિ હોઈ શકો છો. જે ખરેખરમાં સેન્સેટિવ છે પરંતુ પોતાને દુનિયા સામે ટફ દેખાળે છે.
ભારત માટે પ્રથમ ટેસ્ટમાં આ 2 ખેલાડી લેશે રોહિત-વિરાટની જગ્યા! માત્ર નામથી ડરે છે બોલર
સ્ટમક સ્લીપર પોઝિશન
જો તમે તમારા પેટના ભાગે સૂઈ જાઓ છો, તો આ પોઝિશનમાં સૂતા લોકો ભાગ્યે જ જોવા મળે છે. આ પોઝિશન પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્ટમક સ્લીપિંગ પોઝિશનમાં સુતા લોકો ખુબ જ મિલનસાર અને સોશિયલ હોઈ શકે છે. આવા લોકોને ટિકા ગમતી નથી કેમ કે આવા લોકો અંદરથી ખુબ જ ઇન્સિક્યોર હોય છે.
લોગ સ્લીપર પોઝિશન
જો તમે એક તરફ બંને હાથને એક સાઈડમાં કરી સૂતા હોવ તો આવા લોકો મિલનસાર અને વિશ્વાસપાત્ર હોય છે. આવા લોકો તેમના ગ્રુપમાં સૌથી ફેમસ હોય છે.
સૈનિક પોઝિશન
એક સૈનિક જેમ સીધો ટટાર ઉભો હોય છે, જો તમે પણ એક સૈનિકની જેમ સૂઇ જાઓ છો, તો તમે કદાચ સખત અને સાવચેત વ્યક્તિ છો. તમે તમારા જીવનને ખૂબ જ ગંભીરતાથી લો છો.
ઓશીકા સાથે સૂવું
જો તમે એવા વ્યક્તિ છો જે ઓશીકા વગર સૂઈ શકતા નથી, તો તમે એક ખુશ વ્યક્તિ હોઈ શકો છો જે તેના જીવનમાં સંબંધોને ઘણું મહત્વ આપે છે. આવા લોકો ખરેખર મદદરૂપ લોકો હોય છે. જે તે લોકો માટે કંઈપણ કરી શકે છે જેમને તે પ્રેમ કરે છે અથવા પરવાહ કરે છે.
Jio ને લાગ્યો 440V નો ઝટકો! એક મહિનામાં મોટી સંખ્યામાં લોકો છોડ્યો સાથ, જાણો શું હાલ છે Airtel-Vi નો
પીઠ પર સૂવું
જો તમે તમારી પીઠ પર સૂઈ જાઓ છો, તો તમારા દિવસભર માટે તાજગીથી જાગવાની સંભાવના વધારે હોય છે. તમારી પીઠના ભાગે સૂવાનો અર્થ એ પણ થઈ શકે છે કે, તમને પોતાનાથી અને અન્ય લોકો પાસેથી ખરેખર ઊંચી અપેક્ષાઓ છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય જાણકારીઓ પર આધારી છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube