Anupama માં આટલું બધું થયા પછી પણ આ ટ્વિસ્ટનું તમે નહીં વિચાર્યું હોય, અનુજ, અનુપમા અને વનરાજનું બદલાશે જીવન

ટીવી સીરિયલ 'અનુપમા' (Anupama) માં આગામી દિવસોમાં ઘણા મોટા ફરેફરા જોવા મળી શકે છે. આવનારા એપિસોડમાં વનરાજનો રોલ ઘણો મહત્વનો થવાનો છે.

Anupama માં આટલું બધું થયા પછી પણ આ ટ્વિસ્ટનું તમે નહીં વિચાર્યું હોય, અનુજ, અનુપમા અને વનરાજનું બદલાશે જીવન

નવી દિલ્હી: ટીવી શો 'અનુપમા' (Anupama) માં કાવ્યાએ આખરે તેનો ઓરિજનલ રંગમાં દેખાડી દીધો છે. હવે કાવ્યાના ખુલાસા બાદ શોમાં મોટા ફેરફાર થશે અને હવે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. વનરાજ સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને અનુપમાના મનમાં ફરી એકવાર પ્રેમ જોવા મળશે પરંતુ આ વખતે આ પ્રેમ અનુજ માટે હશે.

બાપુજીની સલાહ
કાવ્યાનું સત્ય સામે આવ્યા બાદ વનરાજ ખુબજ ગુસ્સે થાય છે. વનરાજ કાવ્યાને પાઠ ભણાવવા માંગે છે. આ વચ્ચે સીરિયલ 'અનુપમા'માં જલ્દી નવો ટ્વીસ્ટ આવવાનો છે. સીરિયલ અનુપમા (Anupama) ના આવનારા એપિસોડમાં તમે જોશો, બાપુજીની વાત માનીને અનુપમા અનુજને એક ચાન્સ આપશે.

અનુજ સાથે રહેશે અનુપમા
અનુપમા અનુજને વચન આપશે કે તે તેની સાથે રહેશે. અનુપમાનો સાથ મળ્યા બાદ અનુજ આનંદથી નાચવા લાગશે. બીજી તરફ સમગ્ર શાહ પરિવાર કાવ્યા સાથે એક જ છત નીચે રહેશે. કાવ્યા પરિવારના સભ્યોને જતા અટકાવશે. જોકે આમ કરવાથી પણ વનરાજનો ગુસ્સો ઓછો નહીં થાય. વનરાજ ટૂંક સમયમાં સીક્રેટ મિશન પર જશે.

વનરાજ બનશે બિઝનેસમેન
વનરાજ બિઝનેસ ટાયકૂન બનીને શાહ હાઉસમાં પ્રવેશ કરશે. આ સાથે વનરાજ એ પણ જાહેરાત કરશે કે તે કાવ્યાને છૂટાછેડા આપશે. આ જાણીને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જશે. આ દરમિયાન અનુપમા કાવ્યાનું ખૂબ અપમાન કરશે. અનુપમા પરિવારની સામે કાવ્યાને ચંપલ ચોર કહેશે.

ઘર બચાવશે અનુપમા
સિરિયલ 'અનુપમા' (Anupama) ના આગામી એપિસોડમાં વનરાજની સાથે અનુજ અને અનુપમા પણ કાવ્યાના દુશ્મન બનશે. અનુજ અને અનુપમા કાવ્યાના જડબામાંથી પ્રોપર્ટીના કાગળો મેળવવા માટે માસ્ટર પ્લાન બનાવવાના છે. આ વખતે કાવ્યા અનુપમાની જાળમાં ખરાબ રીતે ફસાઈ જશે. આવી સ્થિતિમાં કાવ્યા આ વખતે તેના દુશ્મનોનો સામનો કેવી રીતે કરશે તે જોવું રસપ્રદ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news