Jio ને લાગ્યો 440V નો ઝટકો! એક મહિનામાં મોટી સંખ્યામાં લોકો છોડ્યો સાથ, જાણો શું હાલ છે Airtel-Vi નો
Reliance Jio ને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારના ટેલિકોમ રેગ્યુલેરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ તાજા આંકડા શેર કર્યા છે. જેના અનુસાર, રિલાયન્સ જીયો (Reliance Jio) એ સપ્ટેમ્બરના એક મહિનામાં 1.9 કરોડ વાયરલેસ ગ્રાહક ગુમાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) ને સપ્ટેમ્બર મહિનામાં મોટો ઝટકો લાગ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કોરો લોકોએ જિયો (Jio) નો સાથ છોડ્યો છે. સોમવારના ટેલિકોમ રેગ્યુલેરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ તાજા આંકડા શેર કર્યા છે, જ્યાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતી એરટેલ (Airtel) એ સપ્ટેમ્બર મહિનામાં 2.74 લાખથી વધારે એક્ટિવ યુઝર્સ જોડ્યા, જ્યારે રિલાયન્સ જિયો (Reliance Jio) એ 1.9 કરોડ અને વોડાફોન-આઇડિયા (Vodafone-Idea) એ 10.8 લાખ વાયરલેસ ગ્રાહક ગુમાવ્યા છે.
સપ્ટેમ્બરમાં થયું Jio ને નુકસાન
એરટેલે વાયરલેસ ગ્રાહકોને 0.08 ટકા માર્કેટ હિસ્સો કબજે કર્યો, જ્યારે સપ્ટેમ્બરમાં Jio ના યુઝર બેસમાં 4.29 ટકા ઘટાડો આવ્યો. ઓગસ્ટમાં 1.18 બિલિયનથી સપ્ટેમ્બરના અંતમાં કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા ઘટી 1.16 બિલિયન થઈ ગઈ. જેના કારણે માસિક ઘટાડો દર 1.74 ટકા નોંધવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે, Airtel અને Vodafone-idea એ તેમના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. એરટેલના વધેલા દર 26 નવેમ્બરથી અને વોડાફોન-આઇડિયાના 25 નવેમ્બરથી લાગુ થયા.
ડાઉનલોડ સ્પીટમાં Jio નીકળ્યું આગળ
ટ્રાઈએ આ મહિનાની શરૂઆતમાં એમ પણ કહ્યું હતું કે, રિલાયન્સ જિયોએ સૌથી વધારે ડાઉનલોડ સ્પીડ આપી, જે ટ્રાઈના 4 જી ચાર્ટ અનુસાર 20.9 એમબીપીએસ હતી, ત્યારબાદ વોડાફોન-આઇડિયા એ 14.4 એમબીપીએસની સરેરાશ ડાઉનલોડ સ્પીડ રજૂ કરી અને એરટેલે 11.9 એમબીપીએસની સ્પીડ આપી.
ડેટા સ્પીડમાં Vi એ મારી બાજી
વોડાફોન-આઇડિયા 7.2 એમબીપીએસ ડેટા સ્પીડ સાથે અપલોડ સેગમેન્ટમાં સૌથ ઉપર છે. વોડાફોન-આઇડિયા બાદ રિલાયન્સ જિયો 6.2 એમબીપીએસ અને ભારતી એરટેલ 4.5 એમબીપીએસની અપલોડ સ્પીડ સાથે બીજા અને ત્રીજા નંબર પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે