Skin Care: કોલેજન ત્વચા, સાંધા અને હાડકા માટે મહત્વપૂર્ણ પ્રોટીન હોય છે. આ પ્રોટીન ત્વચાને લચીલી, ટાઇટ અને સુંદર બનાવે છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે તેમ શરીરમાં આ પ્રોટીનનું ઉત્પાદન ઘટી જાય છે. જેના કારણે વધતી ઉંમરે ત્વચા ઢીલી થઈ જાય છે અને ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. જો શરીરમાં કોલેજન વધારવું હોય તો ખાસ ડ્રિંક પીવાની શરૂઆત કરી દેવી જોઈએ. આજે તમને કોલેજન બુસ્ટ કરે તેવા ડ્રિંક વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Triphala: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન હેલ્ધી


આ પીણું ત્વચાને અંદરથી પોષણ આપશે અને કોલેજન પણ વધારશે. આ ડ્રિંક નિયમિત રીતે પીવાથી ત્વચા લચીલી બનશે, મોઈસ્ચર વધશે અને ત્વચા પર ચમક આવશે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી નિયમિત આ પીણું પીવામાં આવે તો વધતી ઉંમરની અસરોને ધીમી કરી શકાય છે. 


લીંબુ અને આદુનું ડ્રીંક 


આ પણ વાંચો: White Hair: આ 5 કામ કરવાથી અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, ઉંમર વધશે પણ વાળ કાળા જ રહેશે


લીંબુ અને આદુની મદદથી બનતું આ પીણું ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે જે કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. આદુમાં એવા તત્વો હોય છે જે ત્વચાનો સોજો દૂર કરે છે. સાથે જ ત્વચાને શુદ્ધ કરે છે. 


આ ખાસ પીણું બનાવવા માટે એક કપ પાણીને બરાબર ગરમ કરો. પાણી ઉકળી જાય પછી તેમાં આદુનો રસ ઉમેરો. એક મિનિટ પાણી ઉકાળ્યા પછી ગેસ બંધ કરી તેને ગ્લાસમાં કાઢી લો. આ પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. પાણી હુંફાળું હોય ત્યારે જ તેને પી લેવું. આ સિવાય તમે સંતરા અને સ્ટ્રોબેરી ની મદદ થી પણ સ્કીન માટે બેસ્ટ ડ્રિંક તૈયાર કરી શકો છો. 


આ પણ વાંચો: Hair Care Tips: વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ નુસખા


સંતરા અને સ્ટ્રોબેરીનું ડ્રીંક


સૌથી પહેલા એક સંતરાનો ફ્રેશ જ્યુસ કાઢી લેવો. હવે એક મિક્સરમાં પાંચથી છ સ્ટ્રોબેરી, એક કપ પાણી સંતરા નો રસ અને એક ચમચી મધ ઉમેરી બરાબર પીસી લો. તૈયાર કરેલા મિશ્રણને ગ્લાસમાં કાઢી અને પી લેવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)