Cleaning Tips: સોફા વિના લિવિંગ રૂમ ની સજાવટ અધુરી લાગે છે. લિવિંગ રૂમ ની સુંદરતા વધારતા સોફા બેસવા અને સુવા માટેની આરામદાયક જગ્યા હોય છે. દિવસનો મોટાભાગનો સમય સોફા પર પસાર થતો હોય છે. તેથી સોફા ખરાબ પણ ઝડપથી થઈ જાય છે. તેમાં પણ જો સોફાના ફેબ્રિક પર શાહી સહિતની વસ્તુઓના ડાઘ પડી જાય તો ખૂબ જ ખરાબ દેખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોફા પર બેસીને કામ કરતી વખતે તેના પર ડાઘ પડી જાય તે સામાન્ય છે. સોફાના ફેબ્રિક પર પડેલા જીદ્દી ડાઘને કાઢવા મુશ્કેલ કામ નથી. આજે તમને 3 એવી રીત વિશે જણાવીએ જેની મદદથી તમે સરળતાથી સોફા પરના ડાઘ દૂર કરી શકો છો. 


આ પણ વાંચો:White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા


આલ્કોહોલ 


સોફાના ફેબ્રિક પર જો સાહી કે અન્ય વસ્તુના ડાઘ પડી ગયા હોય તો આલ્કોહોલની મદદથી તેને દૂર કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં આલ્કોહોલ લઈ રૂની મદદથી તેને ડાઘ પર લગાવો. થોડીવાર માટે ડાઘ પર રૂને રહેવા દો. ત્યાર પછી સાદા કપડાથી સોફાને સાફ કરી લો. બે થી ત્રણ દિવસ આ પ્રક્રિયા રિપીટ કરશો એટલે ડાઘ નીકળવા લાગશે. 


આ પણ વાંચો:રસોડાની ટ્રોલી સાફ કરવામાં મહેનત નહીં કરવી પડે, આ ટ્રીકથી બ્રશ ઘસ્યા વિના સાફ થશે


વિનેગર અને પાણી 


વિનેગર એક નેચરલ સફાઈ એજન્ટ છે. સોફા પર લાગેલા ડાઘને દૂર કરવા માટે એક વાટકીમાં વિનેગર અને પાણીને બરાબર માત્રામાં મિક્સ કરો. ત્યાર પછી રૂ ની મદદથી ડાઘ વાળી જગ્યા પર આ મિશ્રણ લગાવી દો. પાંચથી દસ મિનિટ પછી સાફ પાણીથી સોફો સાફ કરી લો. 


આ પણ વાંચો:Besan: ચણાના લોટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ત્વચા પર, ચહેરા પર નેચરલ ગ્લો દેખાશે


સીટ્રસ ક્લીનર 


સીટ્રસ ક્લીનર એટલે કે લીંબુ અને સંતરાનો રસ ડાઘ કાઢવામાં મદદ કરી શકે છે. ફેબ્રિક પર ડાઘ પડી ગયો હોય તો તે જગ્યા પર લીંબુનો રસ લગાડવાથી ડાઘ આછા થઈ જાય છે..


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)