અધૂરું રહી ગયું આ સપનું! Zakir Hussain ના નિધનથી AR Rahmanને પસ્તાવો, કહી દિલની વાત...

AR Rahman on Zakir Hussain Death: ઝાકિર હુસૈનના નિધન બાદ એઆર રહેમાને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક અફસોસનો પણ ઉલ્લેખ કર્યો. શું કહ્યું એઆર રહેમાને, ચાલો તમને જણાવીએ.

અધૂરું રહી ગયું આ સપનું! Zakir Hussain ના નિધનથી AR Rahmanને પસ્તાવો, કહી દિલની વાત...

AR Rahman on Zakir Hussain Death: ફેમસ તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના અહેવાલે આખા સંગીત જગતને ઉંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. તેમનું યોગદાનથી તેમને માત્ર ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે પણ નામના મળેવી છે. સંગીતકાર અને કમ્પોજર એ.આર રહેમાને હવે ઉસ્તાદ સાથેની તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન એ.આર રહેમાને પોતાના એક અફસોસનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ.આર રહેમાને શું કહ્યું, ચાલો તમને જણાવીએ.

એ.આર રહમાને ઝાકિક હુસૈનને કર્યા યાદ
એ.આર.રહેમાનને ઝાકિર હુસૈનના નિધનના અહેવાલ સાંભળ્યા બાદ ઝાકિર હુસૈન સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરો સાથે તેમણે ફૂલો અને પ્રાર્થનાની ઇમોજી પણ મૂક્યા, જે દર્શાવે છે કે ઝાકિરના નિધનથી તે કેટલા આઘાતમાં છે.

— A.R.Rahman (@arrahman) December 16, 2024

 
સોમવારે એ.આર રહમાનને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉસ્તાદ ઝાકિર હુસૈનની સાથે વિતાવેલા સમયને યાદ કરીને લખ્યું, ‘ઇન્ના લિલાહી વા ઇન્ના ઇલાહી રાજીઉન. ઝાકિર ભાઈ એક પ્રેરણા સ્ત્રોત હતા, તેમની ખાસિયત એવી મોટી હતી કે તબલાને આખી દુનિાયામાં તેમણે ઓળખ અપાવી. તેમના આ દુનિયાથી જવાથી આપણા માટે એક અપૂરણીય ક્ષતિ છે.'

એ.આર રહમાનને આ વાતનો ખેદ
રહેમાને જણાવ્યું હતું કે, અમે બન્ને એક સાથે એક આબ્લમ પર કામ કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, મને એ વાતનો અફસોસ છે કે અમે જેટલું કામ કરી શકતા હતી, એટલું સાથે કરી શક્યા નહોતા. અમે બન્ને જણાંએ સાથે મળીને એક આબ્લમ બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ હવે આ સપનું અધુરું રહી ગયું. તમે હંમેશાં યાદ આવશો. ભગવાનને પ્રાર્થના છે કે તેમના પરિવાર અને અગણિત પ્રશંસકોને અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

સોમવારે સવારે થયું ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન
ઉસ્તાદ ઝાકિર હુસૈનની બિમારી વિશે જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ ઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ એટલે કે એક પ્રકારના ગંભીર ફેંફસાની બિમારીતી પીડિત હતા. 73 વર્ષના ઝાકિર હુસૈનને સન ફ્રાસિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા અને તેમના મોતની પુષ્ટિ તેમના પરિવારના પ્રવક્તાએ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુ:ખદ ઘટના પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. તેમણે એક પોસ્ટમાં કહ્યું, ઉસ્તાદ ઝાકિર હુસૈનજીનું નિધન આપણને ઉંડા શોકમાં નાંખતું ગયું. તે ભારતીય શાસ્ત્રીય સંગીતના એક મહાન પ્રતીક હતા, જેમણે દુનિયાભરમાં તબલાને એક નવી ઓળખ અપાવી. તેમનું યોગદાન અતુલનીય છે અને તેમની યાદો હંમેશાં સંગીત પ્રેમીઓના દિલોમાં જીવિત રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news