પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી તમે થઈ શકો છો ગંભીર બીમારીના શિકાર, જાણો આ વિગતો
બોટલમાંથી જે કેમિકલ નિકળે છે તે હોર્મોનલ સિસ્ટમ માટે ખૂબ જ ખતરનાક હોય છે. અમેરિકામાં આ રિસર્ચ 5000થી વધુ લોકો પર કરવામાં આવ્યું, જે પ્લાસ્ટિક કે કોલ્ડ ડ્રિંકની બોટલમાં પાણી પીતા હતા. તેમના યુરિનની તપાસમાં હોર્મોનલ સમસ્યા હોવાનું સમે આવ્યું.
નવી દિલ્હીઃ જો તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને પીઓ છો તો સાવધાન થઈ જજો. તમે પાણી નહીં પણ ઝેર પી રહ્યા છો. જે તમારા માટે એટલું ખતરનાક સાબિત થઈ શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આ અમે નથી કહેતા પરંતુ રીસર્ચના પરિણામો કહી રહ્યા છે. આ રીસર્ચમાં એ વાત સામે આવી છે કે, આ બોટલ સુગર, કેન્સર જેવી અનેક બીમારીઓનું કારણ બની શકે છે.
જે પ્લાસ્ટિકની બોટલમાં પાણી અને કોલ્ડ ડ્રિંક વેચાય છે તે PET (Polyethylene Terephthalate) ની બનેલી હોય છે. તાપમાન વધતા તે ગરમ થાય છે અને તેમાંથી અનેક હાનિકારક તત્વો નિકળે છે. જે પાણીની સાથે પેટમાં પહોંચે છે અને પછી શરીરને નુકસાન કરે છે. આ બોટલમાંથી જે કેમિકલ નિકળે છે તે હોર્મોનલ સિસ્ટમ માટે ખૂબ જ ખતરનાક હોય છે. અમેરિકામાં આ રિસર્ચ 5000થી વધુ લોકો પર કરવામાં આવ્યું, જે પ્લાસ્ટિક કે કોલ્ડ ડ્રિંકની બોટલમાં પાણી પીતા હતા. તેમના યુરિનની તપાસમાં હોર્મોનલ સમસ્યા હોવાનું સમે આવ્યું.
સાથે જ એક રિસર્ચમાં એવું પણ સામે આવ્યુંહતું કે પ્લાસ્ટિકની બોટલ પર મળતા બેક્ટેરિયા કોઈ સામાન્ય ટોયલેટ સીટ પર મળતા બેક્ટેરિયાથી અનેક ગણા વધારે હોય છે. સાથે જ આવી બોટલમાં પાણી રાખવાની હ્રદય સંબંધિત બીમારી થઈ શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાએ તેનો ઉપયોગ ન કરવો જોઈે. મહિલાઓમાં પણ આ અનેક હોર્મોનલ બીમારીનું કારણ બની શકે છે
કેવી બોટલમાં પીવું જોઈએ પાણી?
સ્ટેઈનલેસ સ્ટીલ કે એલ્યુમિનિયમની બોટલમાં પાણી રાખવુ અને તેમાંથી પીવું સુરક્ષિત માનવામાં આવે છે. સાથે જ તાંબાની બોટલ પણ સ્વાસ્થ્ય માટે સારી છે. કાચની બોટલનો પણ તમે ઉપયોગ કરી શકો છો.