Home Made Hair straightening mask: દરેક વ્યક્તિ પોતાની પર્સનાલિટીને આકર્ષક બનાવવા ઈચ્છે છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો તેમની સુંદરતામાં તેમના વાળ ચાર ચાંદ લગાડે છે. આજે તમને વાળની સુંદરતામાં ચાર ચાંદ લગાડે તેવો એક ઉપાય જણાવીએ. વાળની સ્ટ્રેટ અને શાઈની રાખવા માટે યુવતીઓ મોંઘી ટ્રીટમેન્ટ કરાવતી હોય છે અને મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. પરંતુ હજાર રૂપિયાનો ખર્ચ કર્યા વિના પણ તમે આ કામ ઘરે સરળતા થી કરી શકો છો. ઘરે હેર સ્ટ્રેટ કરવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. ઘરના રસોડામાં ઉપલબ્ધ એક વસ્તુથી તમે સરળતાથી હેર સ્ટ્રેટ કરી શકો છો. આ વસ્તુ છે દહીં. દહીંમાં એવા પ્રોટીન હોય છે જે વાળ માટે ખુબ જ સારા છે તેનો ઉપયોગ કરવાથી વાળ લાંબા, મજબૂત અને શાઈની બને છે. તમે દહીંનો ઉપયોગ કરીને હોમમેડ હેર સ્ટ્રેટનિંગ માસ્ક પણ બનાવી શકો છો. આ માસ્ક કેવી રીતે બનાવવું? ચાલો તમને જણાવીએ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


વાળ ખરતાં હોય વધારે તો ટાલ પડી જાય તે પહેલા કરો આ કામ, ખરતાં વાળ થશે બંધ


વર્ષો સુધી ચોખામાં નહીં પડે જંતુઓ, સંગ્રહ કરવાની આ સરસ રીત અજમાવશો તો રહેશો ફાયદામાં


ઘરના દરેક ખૂણામાં દેખાય છે ખરેલા વાળ ? તો આ ફળનો કરો ઉપયોગ, બંધ થશે વાળનું ખરવું


હેર માસ્ક બનાવવાની સામગ્રી


ત્રણ ચમચી દહીં
બે ચમચી મધ
એક ચમચી એલોવેરા જેલ


માસ્ક બનાવવાની રીત


સૌથી પહેલા એક બાઉલમાં દહીં મધ અને એલોવેરા ને મિક્સ કરો અને બરાબર હલાવો. બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય પછી આ પેસ્ટને આખી રાત સેટ થવા માટે છોડી દો. સવારે માસ્ક લગાડવા માટે તૈયાર થઈ જશે. માસ્ક લગાડવા માટે બ્રશનો ઉપયોગ કરવો જરૂરી છે. બ્રશની મદદથી વાળમાં દહીંનું માસ્ક બરાબર રીતે લગાડવું. વાળના મૂડથી લઈને છેડા સુધી દહીંનું માસ્ક લગાડ્યા પછી એક કલાક માટે તેને વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને શેમ્પુ કરી લેવા.