How To make Kachori Crispy: જ્યારે પણ કચોરી ખાવાનું મન થાય તો મોટાભાગે લોકો બહારથી જ કચોરી લાવવાનું પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે ઘરે કચોરી બનાવવામાં આવે તો તેનું પડ થોડીવારમાં જ પોચું થઈ જાય છે જ્યારે બહારની કચોરી ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે. જોકે ઘરે પણ તમે બજાર જેવી જ ક્રિસ્પી કચોરી બનાવી શકો છો. તેના માટે તમારે કેટલીક ટીપ્સ ફોલો કરવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને ખસ્તા કચોરીનું પડ ક્રિસ્પી કેવી રીતે બનાવવું તે જણાવીએ. જો તમે આ ટિપ્સને ફોલો કરીને કચોરી બનાવશો તો કચોરીનું પડ એકદમ ક્રિસ્પી રહેશે અને સોફ્ટ નહીં થાય. તો ચાલો તમને જણાવીએ ક્રિસ્પી કચોરી બનાવવાની સિક્રેટ ટીપ્સ વિશે.


આ પણ વાંચો: Kitchen Tips: અનાજમાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે ફોલો કરજો આ ટીપ્સ


કચોરીનો લોટ કેવી રીતે બાંધવો ? 


- સૌથી પહેલા કચોરીનો લોટ તૈયાર કરો ત્યારે આમ માપને ધ્યાનમાં રાખો. બે કપ મેંદો, 10 થી 12 ચમચી તેલ, બે ચપટી બેકિંગ સોડા. આ સામગ્રીમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને લોટ બાંધી લો. 


- તમે લોટમાં મોણ જેટલું વધુ નાખશો કચોરી એટલી જ ખસ્તા બનશે. જોકે વધુ પડતું તેલ પણ ઉમેરી ન દેવું 2 કપ લોટમાં 10 થી 12 ચમચીનું માપ એકદમ પરફેક્ટ રહેશે. 


- કચોરીનો લોટ બાંધો ત્યારે એ વાતનું ધ્યાન પણ રાખો કે લોટ વધારે કડક ન હોય. 


- કચોરીનો લોટ બાંધી લો પછી ક્યારેય ભીના કપડાથી તેને ન નો ઢાંકવો. એક સિમ્પલ બાઉલમાં પ્લેટ મૂકી લોટને ઢાંકી દો. 


આ પણ વાંચો: Dark Neck Remedy: ગરદન પર જામેલા મેલને મિનિટોમાં સાફ કરી શકે છે રસોડાની આ 5 વસ્તુઓ


કચોરી કેવી રીતે બનાવવી ? 


બજાર જેવી જ ખસ્તા કચોરી બનાવી હોય તો કચોરીના લોટમાંથી એક લુવો લઇ તેમાંથી એવી પુરી વણો કે તેની કિનારી પાતળી રહે અને વચ્ચેનો ભાગ જાડો. તમે હાથની મદદથી પણ કચોરીની પૂરી આ રીતે તૈયાર કરી શકો છો. આ રીતે તૈયાર કરેલી પુરીમાં સ્ટફિંગ ભરીને કચોરીને મધ્યમ આંચ પર સારી રીતે તળી લેવી. જો તેલ વધારે પડતું ગરમ હશે કે વધારે પડતું ઠંડુ હશે તો કચોરી ક્રિસ્પી નહીં થાય તેથી કચોરીને મધ્યમ આંચ પર જ તળવી.