Skin Care: સંતરાની છાલનો ઉપયોગ કરી આ રીતે ઘરે બનાવો ઓરેન્જ પીલ ઓફ માસ્ક, 10 મિનિટમાં ચહેરા પર દેખાશે ગ્લો
Orange Peel Mask: મોટાભાગે લોકો સંતરાનો ઉપયોગ કરી તેની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે સંતરાની છાલથી તમે ઘરે જ પીલ ઓફ માસ્ક બનાવી શકો છો જે ત્વચાની સમસ્યાઓને દૂર કરી ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે.
Orange Peel Mask: હેલ્ધી અને ગ્લોઇંગ સ્કીન માટે યુવતીઓ ત્વચાનું ખૂબ ધ્યાન રાખે છે. ઘણી યુવતીઓ ગ્લોઈંગ સ્કીન માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે પરંતુ આ પ્રકારના પ્રોડક્ટમાં જે કેમિકલ હોય છે તે ફાયદો કરવાને બદલે ઘણી વખત ત્વચાને વધારે બેજાન બનાવી દે છે. તેમાં પણ શિયાળો શરૂ થાય એટલે ત્વચા ડ્રાય થઈ જાય છે. આ વાતાવરણમાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે જેના કારણે સ્કીન પર ચમક દેખાતી નથી. જો તમારી પણ ફરિયાદ આવી જ હોય તો આજે તમને આ ફરિયાદથી મુક્ત કરી દઈએ. આજે તમને સંતરાના છાલની મદદથી ત્વચા પર નિખાર કેવી રીતે લાવવો તેના વિશે જણાવીએ.
આ પણ વાંચો: ઝાડુ જેવા વાળને રેશમ જેવા બનાવી દેશે આ હેર માસ્ક, પહેલીવારના ઉપયોગથી જ દેખાશે અસર
શિયાળામાં ભરપૂર પ્રમાણમાં સંતરા મળવા લાગે છે. મોટાભાગે લોકો સંતરાનો ઉપયોગ કરી તેની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે સંતરાની છાલથી તમે ઘરે જ પીલ ઓફ માસ્ક બનાવી શકો છો જે ત્વચાની સમસ્યાઓને દૂર કરી ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે. તો ચાલો તમને પણ જણાવી દઈએ ઓરેન્જ પીલ ઓફ માસ્ક ઘરે કેવી રીતે બનાવવું.
આ પણ વાંચો: પુરુષોને પણ ફાયદો કરે છે એલોવેરા, જાણો ત્વચાની કઈ સમસ્યામાં કેવી રીતે કરવો ઉપયોગ
તેના માટે સૌથી પહેલા સંતરાની છાલને એકઠી કરી તડકામાં સૂકવી લો. જ્યારે આ છાલ સુકાઈ જાય તો તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં થોડું ચંદન અને બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. તૈયાર કરેલી પેસ્ટ અને ચહેરા પર, ગળા પર તેમજ હાથ પગ પર લગાડી શકો છો. આ પેસ્ટને 20 મિનિટ માટે ચહેરા પર લગાડો અને પછી નોર્મલ પાણીથી સાફ કરો.
આ પણ વાંચો: Lips Care: શિયાળામાં થતી ડ્રાય લિપ્સની સમસ્યાથી મુક્તિ મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય
સંતરાની છાલમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાના નિખારને જાળવી રાખવામાં મદદ કરે છે. તેનાથી ફ્રી રેડીકલ્સથી થતું નુકસાન અટકે છે અને ત્વચા યુવાન તેમજ ચમકદાર દેખાય છે. ચંદન પાવડરમાં પણ એવા ગુણ હોય છે જે ખીલ, ટેનિંગ જેવી સમસ્યાથી મુક્તિ અપાવે છે. એલોવેરા જેલ ત્વચાને પોષણ આપે છે અને હેલ્ધી બનાવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)