કાચી કેરીનો ઉપયોગ કરી ઘરે આ રીતે બનાવો ટેસ્ટી `આમ પન્ના`, શરીરને મળશે ગરમીથી રાહત
Aam Panna Recipe: ગરમીના આ સમયમાં કાચી કેરી ખાવાથી લાભ થાય છે. કાચી કેરીનો જ્યૂસ જેને લોકો આમ પન્ના તરીકે પણ ઓળખે છે તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તો ચાલો આજે તમને આમ પન્ના બનાવવાની રીત વિશે જણાવીએ.
Aam Panna Recipe:ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ગરમીમાં શરીરને હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન જેવી સમસ્યા થઈ શકે છે. તેનાથી બચાવવા માટે શરીરને ઠંડક આપે તેવા પીણા પીવા જોઈએ. આવા સમયમાં કાચી કેરી ખાવાથી લાભ થાય છે. કાચી કેરીનો જ્યૂસ જેને લોકો આમ પન્ના તરીકે પણ ઓળખે છે તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તો ચાલો આજે તમને આમ પન્ના બનાવવાની રીત વિશે જણાવીએ.
આ પણ વાંચો:
લીંબુનો રસ કાઢી તેની છાલને ફેંકવી નહીં, આ રીતે બનાવો લીંબુની છાલનું અથાણું
લોઢાની તવી પર પણ ઉતરશે પરફેક્ટ Dosa, ઉતારતી વખતે અપનાવો આ ટીપ્સ
ઉનાળામાં તબિયત રાખવી હોય સારી તો આ 5 વસ્તુઓ ખાવાની ભુલ ન કરતાં
આમ પન્ના બનાવવાની સામગ્રી
2 -કાચી કેરી
2 ચમચી - શેકેલું જીરું પાવડર
1/4 ચમચી - કાળા મરી
150 ગ્રામ - ખાંડ
10થી 15- ફુદીનાના પાન
સંચળ - સ્વાદ મુજબ
આમ પન્ના બનાવવાની રીત
સૌથી પહેલા કાચી કેરીને ધોઈ અને એક વાસણમાં પાણી ઉમેરી બાફવા મુકો. જો તમે ઈચ્છો તો કેરીને કુકરમાં બાફી પણ શકો છો. કેરી બફાય પછી તેને પીસી અને પલ્પ બનાવી લેવો. આ પલ્પ ઠંડો થાય પછી તેને મિક્સર જારમાં લઈ તેમાં ખાંડ, સંચળ, કાળા મરી, શેકેલા જીરાનો પાવડર અને ફુદીનાના પાન ઉમેરી તેને પીસી લો. કેરીનું જે મિશ્રણ તૈયાર થયું છે તેને ગાળી અને એક જગમાં કાઢો. હવે તેમાં 1 લીટર પાણી મિક્સ કરો અને ઠંડુ થવા મુકી દો. તૈયાર કરેલા આમ પન્નાને ઠંડુ થયા બાદ સર્વ કરો.