Marital Affair! તમારી પત્ની કે પતિ ઘર બહાર ચલાવી રહ્યાં છે લફરાં, આ ટીપ્સ અજમાવો તો ઝડપાઈ જશે
આજકાલ લગ્નેત્તર સંબંધો વધુ પડતા જોવા મળતા હોય છે. લગ્ન જીવનમાં કોઈ સમસ્યા હોય તો મહિલા કે પુરૂષ બહાર સંબંધો શોધતા હોય છે. ક્યારેક માત્ર મનોરંજન માટે પણ આવા સંબંધો રાખતા લોકો પણ જોવા મળતા હોય છે. જો લગ્ન બાદ પણ કોઈ વ્યક્તિનું બહાર લફરું હોય તો આ રીતે ખબર પડી શકે છે.
નવી દિલ્હીઃ EXTRA Marital Affair : હાલમાં જમાનો બદલાયો છે અને લોકો માટે એકસ્ટ્રા મૈરિટેલ અફેર હવે સામાન્ય બની ગયું છે. વિના ખચકાટે લોકો બહાર સંબંધો રાખતા થઈ ગયા છે. હાલમાં ટેકનોલોજીના જમાનામાં લફરાં કરવાં એ સરળ છે. તમે ઘરેબેઠા પ્રેમી કે પ્રેમિકા શોધી શકો છો અને વાત કરી શકો છો. લગ્નેત્તર સંબંધોના કેસ હાલ બહુ જોવા મળે છે જેને લઈને લગ્નજીવનની દુર્ગતિ થાય છે. પરંતુ જ્યારે જ્યારે લગ્નેત્તર કે અવૈધ સંબંધોની વાત થાય છે ત્યારે એ ચર્ચા જરૂર ઉઠે છે કે આવા સંબંધોમાં રહેતા લોકોની ઓળખ કેવી રીતે કરવી. લગ્નેત્તર સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તનમાં તમને જરૂર ફેરફાર જોવા મળશે. જો તે પોતાના પાર્ટનરથી અંતર જાળવે અને તેનો વ્યવહાર પહેલા જેવો ન રહે. તે પાર્ટનરને ઈગ્નોર કરે. પોતાના જ ખ્યાલમાં ખોવાયેલો રહે. કઈ પણ પૂછો તો ચીડાઈ જાય. જેમતેમ જવાબ આપે. એવા કયા સંકેત છે જે તમને જણાવે કે જે તે વ્યક્તિનો કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે...
વર્તન-વાણી
લગ્નેત્તર સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તનમાં તમને જરૂર ફેરફાર જોવા મળશે. જો તે પોતાના પાર્ટનરથી અંતર જાળવે અને તેનો વ્યવહાર પહેલા જેવો ન રહે. તે પાર્ટનરને ઈગ્નોર કરે. પોતાના જ ખ્યાલમાં ખોવાયેલો રહે. કઈ પણ પૂછો તો ચીડાઈ જાય. જેમતેમ જવાબ આપે.
મોબાઈલ ફોન
આવા સંબંધોની સૌથી પહેલી ઓળખ આપે છે મોબાઈલ ફોન. મોબાઈલ આજકાલ દરેકની જરૂરિયાત બની ગયેલા છે. આથી આ એક એવી વસ્તુ છે જે કોઈનું પણ રહસ્ય છતુ કરી દે. આ જ કારણ છે કે લગ્નેત્તર સંબંધ ધરાવતો વ્યક્તિ સૌથી પહેલા પોતાના ફોનનો પાસવર્ડ બદલી નાખે છે. જેથી કરીને તેનો ફોન કોઈ અનલોક કરી શકે નહીં. એટલું જ નહીં કોઈ પૂછે તો પણ તે પોતાનો પાસવર્ડ કોઈની પણ સાથે શેર કરતો નથી. આવા લોકો એટલા બધા સતર્ક હોય છે કે પોતાના ફોનને ક્યારેય એકલો મૂકતા નથી. બાથરૂમમાં પણ લઈ જાય છે. અનેકવાર ઘરની બહાર જઈને કલાકો સુધી ફોન પર વાત કરે છે.
આ પણ વાંચોઃ 31થી 40 વર્ષની ઉંમરના પુરૂષો યુવતીઓની પહેલી પસંદ, પરિણીત મહિલાઓના પણ લફરાં વધ્યા
વસ્તુઓ છુપાવવાનું શરૂ કરે
જ્યારે તમારો પાર્ટનર (Healthy Relationship Tips) તેની નાની-નાની વાતો તમારાથી છુપાવવાનું શરૂ કરે અથવા પકડાઈ જાય ત્યારે જૂઠું બોલવાનું શરૂ કરે, તો તે તેના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિનો પ્રવેશ થઈ ગયો હોવાનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં, પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને તેને સ્પષ્ટપણે કહો કે જો આવી વાતમાં કોઈ સત્ય હશે તો તે તેને છોડી દેશે.
તમારામાંથી રસ ઓછો કરી દે
જો તમારો લાઈફ પાર્ટનર (Healthy Relationship Tips) તમારી વાતમાં કંટાળો અનુભવવા લાગે છે અથવા તે તમારી વાતમાં વિલંબ કરવા લાગે છે, તો તે સંબંધમાં ખતરાની નિશાની છે. નિષ્ણાતોના મતે આનો અર્થ એ થઈ શકે છે કે તમારો પાર્ટનર તમારી પાસેથી બ્રેક ઈચ્છે છે અથવા તેના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિએ પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં, તમારા ઘરને બચાવવા માટે તમારે તરત જ કારણ જાણવું જરૂરી છે.
ડેઈલી રૂટિનમાં ફેરફાર
ડેઈલી રૂટિનમાં ફેરફાર જોવા મળે. ફેશન પર કે સુંદરતા પર વધુ ધ્યાન આપ્યા કરે. પરિવારમાં રસ ઓછો રહે. શારીરિક સંબંધોમાં પહેલાની સરખામણીમાં કોઈ ઉત્સાહ અને ઉષ્મા ન રહે.
લગ્ન પછી સ્ત્રી-પુરુષને બીજા પ્રત્યે આકર્ષણ હોય એ સામાન્ય વાત છે. એ ખોટું નથી પણ જ્યારે આ આકર્ષણ વખાણ કરતાં વધી જાય છે ત્યારે એક નવો સંબંધ બંધાય છે, જે આપણા સમાજમાં સ્વીકાર્ય નથી. આવા નવા સંબંધમાં જૂના પ્રેમ સંબંધ અને લગ્નને તોડી નાખવાની ક્ષમતા હોય છે.
આ પણ વાંચોઃ Relationship: 'X'માટે આંસુડા ના વહાવો , આ ટિપ્સ અજમાવશો તો ભૂલવામાં મદદ મળશે
વાણીમાં મીઠાશનો અભાવ
સમયની સાથે વૈવાહિક સંબંધોમાં કડવાશ આવવાનું કારણ વાણીની મીઠાશમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં તે ઘરની સ્ત્રી હોય કે પુરુષ, તે ઘરની બહાર મીઠાશ શોધવા લાગે છે, ત્યાંથી જ મુશ્કેલી શરૂ થાય છે. વૈવાહિક સંબંધમાં અન્ય ખુશીઓ સાથે માનસિક સુખ પણ મહત્વનું છે. જેના અભાવથી સંબંધ તૂટી જાય છે.
આકર્ષણનો અભાવ
જ્યારે પતિ-પત્ની એકબીજા પર ધ્યાન આપતા નથી અથવા તો એકબીજાને પૂરો સમય આપતા નથી અથવા તો માત્ર એકબીજાની ખામીઓ ગણાવતા જ રહેતા હોય છે, તો આવી સ્થિતિમાં સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. આવી સ્થિતિમાં પત્નીને બદલે પતિ કોઈ બીજી સ્ત્રી તરફ આકર્ષાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube