Walnut For Sperm Count: લગ્ન બાદ ઘણા પુરુષોને પિતા બનવાની સમસ્યાનો સમાનો કરવો પડે છે. આ સમસ્યા ઘણા કારણોથી પેદા થઈ શકે છે. પરંતુ તેમાં એક મુખ્ય કારણ છે સ્પર્મ કાઉન્ટ ઘટી જવાનું. આજે આખી દુનિયામાં આ એક મોટી સમસ્યા બની ગઇ છે, પરંતુ ઘણા એવા હેલ્ધી ફૂડ્સ છે જેને ખાવાથી તમે તમારું લગ્નજીવન સુખી બનાવી શકો છો. તેમાંથી એક ફૂડ છે અખરોટ. જેને દરરોજ મુઠ્ઠીભર ખવાથી મેલ ઇનફર્ટિલિટીની સમસ્યા દૂર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખરોટ ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ
યુસીએલએ સ્કૂલ ઓફ નર્સિંગની પ્રોફેસર વેંડી રોબિન્સે ઘણા વર્ષ પહેલા એક રિસર્ચ કર્યું હતું જેના અનુસાર જો પુરુષ ડેલી ડાયટમાં અખરોટને સામેલ કરે છે તો તેનાથી મેલ ફર્ટિલિટી સારી બને છે અને સ્પર્મ કાઉન્ટ પણ વધે છે.


દાંતની સમસ્યાથી પરેશાન છો, તો આ 3 ઘરેલું ઉપાય દૂર કરશે તમારી મુશ્કેલીઓ


વેંડી રોબિન્સના જણાવ્યા અનુસાર જો 21 થી 35 વર્ષની વયના પુરુષો દરરોજ 75 ગ્રામ અખરોટનું સેવન કરે છે તો તેમને શુક્રાણુની અસર, ગતિશીલતા અને ગુણવત્તામાં સુધારો જોવા મળશે.


સાયન્સ મેગેઝિન 'બાયોલોજી ઓફ રિપ્રોડક્શન'માં છપાયેલી આ સ્ટડીથી દુનિયાભરના કરોડો પુરુષને ફાયદો થઈ શકે છે જે ફર્ટિલિટીની સમસ્યાથી પરેશાન છે. તેમના પિતા બનવાની ઇચ્છા જલ્દી પૂર્ણ થઈ શકે છે.


અખરોટ એકમાત્ર એવું ડ્રાય ફ્રૂટ છે જેમાં પ્લાંટ બેસ્ટ ઓમેગા-3 ફેટી એસિડ- આલ્ફા-લિનોલેનિક એસિડ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ ઉફરાંત આ ડ્રાયફ્રુટમાં હાઇ એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે દરેકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.


ચોમાસુ આવી ગયું ફટાફટ લઈ આવો આ મશીન, મચ્છરના ઉપદ્રવથી મળશે છૂટકારો


ડાયટ સાથે મેલ ફર્ટિલિટીનો સીધો સંબંધ
કેલીફોર્નિયા વોલનટ કમિશનની ન્યૂટ્રીશન કન્સલ્ટેન્ટ કૈરોલ બર્ગ સ્લોઆનના જણાવ્યા અનુસાર ડાયટનો સંબંધ માનવ પ્રજનન સફળતા સાથે જોડાયેલો છે. પરંતુ મોટાભાગે ભાર માતાના ડાયટ પર હોય છે અને ખૂબ ઓછું ધ્યાન પિતાના ખાવા પર આપવામાં આવે છે. કૈરોલે આ પણ કહ્યું છે કે વેંડી રોબિન્સની રિસર્ચ તે સાબિત કરે છે કે ડાયટની અસર ના માત્ર મેલ ફર્ટિલિટી પર હોય છે, પરંતુ આવનારી જનરેશન પર પણ અસર કરે છે.


સેકન્ડ હેન્ડ કાર ખરીદવા જઈ રહ્યા છો, તો પહેલા આ સમાચાર જરૂરથી વાંચી લો


રિસર્ચમાં થયો મોટો ખુલાસો
યુસીએલએ સ્કૂલ ઓફ નર્સિંગના રિસર્ચમાં લગભગ 117 હેલ્ધી મેલને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોને વેસ્ટર્ન સ્ટાઈલ ફૂટ આપવામાં આવ્યું, જેમાંથી લગભગ અડધા સહભાગીઓને 3 મહિના સુધી દરરોજ 75 ગ્રામ અખરોટ આપવામાં આવી. સ્ટડીમાં સામે આવ્યું છે કે અખરોટ ખાનારા પુરુષોના સ્પર્મ કાઉન્ટ અને ફર્ટિલિટી સારી થઈ છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ ઉપચાર અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube