Teeth Care: દાંતની સમસ્યાથી પરેશાન છો, તો આ 3 ઘરેલું ઉપાય દૂર કરશે તમારી મુશ્કેલીઓ
Teeth Care: દાંત ખરાબ થઈ ગયા છે તો તમે સરળતાથી તેનાથી છૂટકારો મેળવી શકો છે. આ માટે તમારે દાંતની ખાસ કાળજી લેવી પડશે. આવો જાણીએ દાંતની કેવી રીતે કાળજી રાખવી.
Trending Photos
Teeth Cavity home remedies: દાંત કાળા પડી ગયા છે અને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો. પરંતુ તમારી પાસે કોઈ ખાસ ઉપચાર નથી, તો આ ત્રણ ઉપચાર અપનાવો અને જલ્દીથી છૂટકારો મેળવો. દાંતની સમસ્યા એક એવી સમસ્યા છે જે આપણા ખોરાકનો ટેસ્ટને બગાડે છે અને આપણે સંપૂર્ણ મને તેનો આનંદ માણી શકતા નથી. દાંતમાં સડો થવાથી દાંત કાળા પડી જાય છે. ઘણી વખત આ સમસ્યા દાંત સાફાઈ ન કરવાને કારણે પણ થાય છે. આ સમસ્યાને બને એટલી વહેલી દૂર કરવી જોઇએ. નહીં તો બાકીના દાંત પણ ખરાબ શકે છે. હકીકતમાં ચોકલેટ કે મીઠી વસ્તુઓ વધુ ખાવાથી દાંતમાં બેકટેરિયા વધવા લાગે છે. જેનાથી ટૂથ કેવિટી થાય છે. આવો જાણીએ આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર...
મુલેઠીથી થશે ફાયદો
કેવિટીને જલ્દી દૂર કરવા માટે તમે મુલેઠી પાવડરનો ઉપયોગ કરી શકો છો, આ માટે તમારે મુલેઠી ખરીદો અથવા મુલેઠીના મૂળનો ઘરે જ પાવડર બનાવી લો. ત્યારબાદ તેનાથી બ્રશ કરો અને કોગળા કરો, જલ્દીથી કેવિટીથી છૂટકારો મેળવી શકો છો.
લીમડાના દાંતણથી થશે ફાયદો
ગામડાના લોકો મોટાભાગે લીમડાના દાંતણનો ઉપયોગ કરતા હયો છે અને તેમે જોયું જ હશે કે તેમને દાંત સંબંધિત કોઈ સમસ્યા થતી નથી. તેથી તમારે દરરોજ સવારે લીમડાના દાંતણનો ઉપયોગ કરવો જોઇએ. જે કેવિટીને દૂર કરવા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
હર્બલ પાવડર
હર્બલ પાવડર ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે. તેના માટે તમે 2 ચમચી આમળા, એક ચમચી લીમડો, અડધી ચમચી તજ પાવડર, બેકિંગ સોડા અને અડધી ચમચી લવિંગ પાવડર મિક્સ કરો. દરરોજ તેનાથી તમારા દાંત સાફ કરો. જલ્દીથી દાંતમાંથી કેવિટીની સમસ્યા અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.
નાળિયેરના તેલથી થશે ફાયદો
તમે જોયું હશે કે લોકો મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે નાળિયેરના તેલનો ઉપયોગ કરે છે. જોવામાં આવે તો નાળિયેરના તેલથી કોગળા કરવાથી પ્લેક, બેક્ટેરિયા અને સડો દૂર થાય છે અને કેવિટીને દૂર કરવામાં સૌથી શક્તિશાળી ઉપાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ ઉપચાર અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે