White Hair: આજના સમયમાં લોકોને બદલતી લાઈફ સ્ટાઈલ પ્રદૂષણ અને અનહેલથી ફૂડ હેબિટ્સના કારણે નાની ઉંમરમાં લોકોને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગી છે. લાઈફ સ્ટાઈલના કારણે થતી સમસ્યાઓમાંથી એક સફેદ વાળની સમસ્યા પણ છે. જ્યારે વ્યક્તિની લાઈફસ્ટાઈલ અનિયમિત થઈ જાય અને આહાર શૈલી પણ અનહેલ્ધી હોય તો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. ઘણા લોકો એવા હોય છે જેમને 25 વર્ષની ઉંમરે પણ વાળ સફેદ થવા લાગે છે. જ્યારે નાની ઉંમરમાં માથામાં સફેદ વાળ દેખાવા લાગે તો ચિંતા થાય તે સ્વાભાવિક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Lifehacks: બેગ, જેકેટ કે પેન્ટની ખરાબ થયેલી ઝીપરને 4 સરળ રીતે કરો ઘરે જ રીપેર


યંગ એજમાં સફેદ વાળ શરમનું કારણ પણ બને છે અને તેના કારણે કોન્ફિડન્સ પણ ઘટી જાય છે. ઘણા લોકો તો સફેદ વાળને છુપાવવા માટે નાની ઉંમરથી જ કેમિકલ યુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવા લાગે છે. જોકે લાંબા સમય સુધી આવા કલરનો ઉપયોગ કરવાથી પણ વાળ ડેમેજ થઈ શકે છે. એટલે તેનો અર્થ એવો નથી કે સફેદ વાળને સફેદ જ રહેવા દેવા. તમે સફેદ વાળને કાળા કરવા માટે રસોડા રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ તમે સારું રિઝલ્ટ મેળવી શકો. 


સફેદ વાળને આ રીતે નેચરલી કરો કાળા


આ પણ વાંચો: પેટની આસપાસ જામેલી ટાયર જેવી ચરબી ગણતરીના દિવસોમાં થશે ગાયબ, જાણો વેટ લોસ સીક્રેટ


મેથી અને ગોળ


જો તમે ઈચ્છો છો કે વાળ કુદરતી રીતે જ કાળા થવા લાગે તો મેથી અને ગોળનું સેવન શરૂ કરી દો.આયુર્વેદમાં પણ આ બે વસ્તુના કોમ્બિનેશનને ફાયદાકારક ગણાવવામાં આવ્યું છે. મેથી અને ગોળથી વાળમાં ડાર્કનેસ ફરીથી આવવા લાગે છે અને સાથે જ ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મળે છે.


મેથીના પાણીથી વાળ ધોવા


મેથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ફાયદો મેળવવા માટે એક વાસણમાં પાણી લઈ તેમાં મેથીના દાણા મિક્સ કરો. મેથીના બરાબર ઉકાળો અને પછી પાણીને ઠંડુ થવા દો. હવે આ પાણીને માથા પર લગાડો અને 15 મિનિટ પછી વાળને પાણીથી સાફ કરી લો. 


આ પણ વાંચો: Health Tips: તન અને મનને તંદુરસ્ત રાખે છે આ 6 પોષકતત્વો, શિયાળામાં અચૂક કરો સેવન


મેથીની પેસ્ટ


બે ચમચી મેથીને એક વાટકી પાણીમાં રાત્રે પલાળી દો. સવારે આ મેથીની પેસ્ટ બનાવીને તેને વાળમાં લગાડો. 30 મિનિટ સુધી આ પેસ્ટને વાળમાં રાખો અને પછી પાણીથી વાળ સાફ કરો. થોડા દિવસ સુધી નિયમિત વાળમાં મેથી લગાડવાથી વાળ કુદરતી કાળા થવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)