Skin Care Tips: દરેક ભારતીય ઘરમાં દાળનું વિશેષ મહત્વ હોય છે. રોજની રસોઈમાં અલગ અલગ પ્રકારની દાળ બનાવવામાં આવે છે કારણ કે તેમાંથી મળતા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દાળનું માત્ર સેવન કરવાથી જ નહીં પરંતુ તેનો ઉપયોગ ત્વચા પર કરવાથી પણ લાભ થાય છે ? આજે તમને જણાવીએ કે મગની દાળનો ઉપયોગ તમે ત્વચાની સુંદરતા વધારવા માટે કેવી રીતે કરી શકો છો. મગની દાળ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે તેનાથી ફ્રી રેડીકલ સ્થિત ત્વચાને થતું નુકસાન અટકે છે. સાથે જ તે ત્વચાને થતા નુકસાનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ટેનિંગ ની સમસ્યા પણ દૂર થાય છે. મગની દાળમાંથી ફેસપેક બનાવીને તમે ચહેરા પર લગાડશો તો ચહેરો સુંદર અને ત્વચા યુવાન દેખાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળાના દિવસોમાં ટ્રાય કરો આ ફેસપેક, તડકાના કારણે ત્વચા પર થયેલી તકલીફો થશે દુર


કોણી અને ઘૂંટણની કાળી પડેલી ત્વચાને 1 દિવસમાં દુર કરશે આ દેશી ઈલાજ, સાફ થઈ જશે સ્કીન


સફેદ વાળને કાળા કરવામાં મદદ કરશે આ ફુલ, 1 મહિનામાં નેચરલી વાળ થશે કાળા


1. મગની દાળમાંથી ફેસપેક તૈયાર કરવા માટે દાળને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે આ દાળમાં એક ચમચી ચંદન પાવડર એક ચમચી ઓરેન્જ પીલ પાઉડર મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડી દસ મિનિટ પછી ચહેરો સાફ કરવો. 


2. મગની દાળ નો બીજો ફેસપેક દૂધની મદદથી બને છે. તેમાં પણ દાળને રાત્રે પલાળવી પડે છે. પરંતુ પાણીમાં નહીં દૂધમાં. દૂધમાં પલાળેલી દાળની સવારે પેસ્ટ બનાવી અને તેને ચહેરા પર લગાડવાથી ચહેરાના ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે અને ચહેરાની રોનક વધે છે.


3. જો તમારી સ્કિન ડ્રાય હોય તો પલાળેલી મગની દાળને સવારે પીસી લેવી અને તેમાં થોડું ઘી ઉમેરીને સ્કીન પર લગાડવું. તેનાથી ત્વચાની રંગત નીખરે છે. 


4. પલાળેલી મગની દાળમાં સવારે એલોવેરા અને દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર બરાબર લગાડો. તે સુકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત આ પેક નો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)