ઉનાળાના દિવસોમાં ટ્રાય કરો આ ફેસપેક, તડકાના કારણે ત્વચા પર થયેલી તકલીફો થશે દુર
Summer Skin Care: આજે તમને એવા ઘરગથ્થુ નુસખા વિશે જણાવીએ જે તમારા ચહેરાની રંગત બદલી દેશે. ત્વચાને થતું નુકસાન અટકાવવા માટે તમારે ઘરના રસોડામાં રહેલી વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે અને તેનાથી ત્વચાની ડેડ સ્કિન, ટેનિંગ, ખીલ, ડાઘ વગેરે ઝડપથી દૂર થાય છે.
Trending Photos
Summer Skin Care: ઉનાળો શરુ થાય એટલે ત્વચાની સમસ્યાઓ પણ વધી જાય છે. ઉનાળામાં તડકો, પરસેવો અને પ્રદૂષણ ત્વચાને સૌથી વધુ નુકસાન કરે છે. તેના કારણે ખીલ, ડાઘ, ટેનિંગ થઈ જાય છે. આ સમસ્યાને ઘરબેઠા દુર કરી શકાય તે માટે આજે તમને એવા ઘરગથ્થુ નુસખા વિશે જણાવીએ જે તમારા ચહેરાની રંગત બદલી દેશે. ત્વચાને થતું નુકસાન અટકાવવા માટે તમારે ઘરના રસોડામાં રહેલી વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે અને તેનાથી ત્વચાની ડેડ સ્કિન, ટેનિંગ, ખીલ, ડાઘ વગેરે ઝડપથી દૂર થાય છે.
આ પણ વાંચો:
બટેટાનો રસ
ત્વચાની રંગત નિખારવા માટે બટેટાનો ઉપયોગ કરી શકાય છે તેના માટે બટેટાને ખમણી લેવું અને તેનો રસ કાઢી લેવો. આ રસને રૂ ની મદદ થી ચહેરા અને ગળા ઉપર બરાબર રીતે લગાડો અને હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરશો તો તમારી ત્વચા ઉપર રંગત જોવા મળશે. કારણ કે બટેટામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ અને બ્લીચિંગ એજન્ટ તમારી ડેડ સ્કીનને દૂર કરી દેશે અને નેચરલ ગ્લો વધારશે.
આમળા અને એલોવેરા
સૌથી પહેલા એક ચમચી આમળાનો રસ લેવો અને તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરવું. બંને વસ્તુને ચહેરા પર બરાબર રીતે લગાડો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો. આ બંને વસ્તુ પણ તમારા ચહેરા પરથી ટ્રેનિંગ હટાવશે અને સ્કીનમાં ગ્લો લાવશે.
સંતરા અને કાચું દૂધ
સૌથી પહેલા સંતરાની છાલનો પાવડર લેવો અને તેમાં કાચું દૂધ મિક્સ કરવું. આ બંને વસ્તુને ચહેરા પર લગાડો અને દસ મિનિટ પછી સરક્યુલર મોશનમાં તેને રબ કરો અને ચહેરો ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ ધબ્બા દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે