રાત રંગીન બનાવવા મુઘલ બાદશાહ આ ખાસ પ્રકારનું ભોજન ખાતા, જેનાથી રાણીઓ ખુશ થઈ જતી
Mughlai cuisine food secrets Mughal Food History: મુઘલ બાદશાહોના લગ્ન હરામ હોય કે શાહી લગ્ન હોય, બંનેમાં એક નંબરની સુવિધાઓ રહેતી હતી.... વિદેશી મુગલ હિન્દુસ્તાની રાજાઓ અને મહારાજાઓ શાન અને વટથી રહેતા હતા... પરંતુ શું તમને ખબર છે કે મુગલ બાદશાહોના પણ કેટલાક ડાર્ક સિક્રેટ હતા
Mughal Food Facts: મુઘલોના રાજકાળ સાથે જોડાયેલા અનેક કારભાર એવા હતા, જે ક્યારેય દુનિયાની સામે આવ્યા નથી. મુઘલના હરમથી લઈને તેમા શાહી બાવર્ચી ખાનાની કહાનીઓનો ઈતિહાસ હવે ધીરે ધીરે પુસ્તકોથી નીકળીને બહારની દુનિયામાં આવી રહ્યો છે. હવે તેમના ચોંકાવનારા રહસ્યો ખૂલી રહ્યાં છે. પોતાની હરમમાં સેંકડો મહિલાઓને રાખનારા મુઘલ શાસકોનું ભોજન પણ આલાગ્રાન્ડ રહેતું. મુગલ બાદશાહોને ભોજનમાં શુ પસંદ હતું અને તેઓ કેવી રીતે વ્યવસ્થા કરતા તેનો ઈતિહાસ પણ રોચક છે. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, મુગલોના શાહી કિચમાં હકીમો (Hakim Roles In Royal Kitchen) ની મોટી ભૂમિકા હતી, જેઓ બળવર્ધક અને ખાસ કામોત્તેજક ભોજન કરાવીને બાદશાહોને ખવડાવડતા હતા.
કામોત્તેજના વધારવા માટે બાદશાહ ખાતા હતા ખાસ ચોખા
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, મુઘલ રસોઈમાં બાદશાહ સલામત માટે ખાસ પ્રકારના ચોખા બનાવવામાં આવતા હતા. તેમના ચોખાના દાણામાં ચાંદીની વરખ જોવા મળતી હતી. કહેવાય છે કે, ચાંદી પાચન માટે સારી ગણાય છે. સાથે જ કામોત્તેજક પણ હોય છે. હકીમના મેનુ અને મસાલા નક્કી કરતા જ બાવરચી પોતાના કામમાં લાગી જતા હતા. હકીમ દ્વારા બતાવવામાં આવેલ મસાલાની માત્રાનું પણ ભોજનમાં ખાસ ધ્યાન રાખવામાં આવતુ હતું. જેથી કોઈ ગરબડ ન થાય.
માવઠું જવાનું નામ નથી લેતું ને વધુ એક ભયાનક આગાહી આવી, ગુજરાતમાં હવે પવન તાંડવ કરશે
શાહી હકીમ નક્કી કરતા મેનુ
મુઘલોના કાળમાં શાહી ખાણીપીણી કેવી હતી, તેનો ઉલ્લેખ ડચ વેપારી ફ્રાન્સિસકો પેલ્સાર્તે પોતાના પુસ્તક જહાંગીર્સ ઈન્ડિયામાં કર્યો છે. ફ્રાન્સિસ્કોએ પોતાના પુસ્તકમાં પોતાના દ્વારા કરાયેલા રિસર્ચથી લખ્યું છે કે, તે સમયે રિસર્ચ બાદ તૈયાર થયેલો નુસ્ખો બાદશાહોના ભોજનમાં મિક્સ કરીને તેમને આપવામાં આવતો હતો. તો અન્ય એક પુસ્તક ટ્રાવેલ્સ ઓફ ધ સેબેસ્ટિયન મેનરિક માં ઉલ્લેખ કરાયા અનુસાર, શાહી કિચનના રોસ્ટરમાં કયા દિવસે કયુ ભોજન બનશે, એ પણ દરબારના ખાસ હકીમ તૈયાર કરતા હતા. તેઓ ખાણીપીણીની વસ્તુઓમાં અથવા મસાલામાં એવી ઔષધીઓ મિક્સ કરાવતા હતા, જે બાદશાહની સેક્સ લાઈફને સારી બનાવે. તેથી જ શાહી બાવરચી હકીમના ઓર્ડર પર મોસમ મુજબ ભોજન બનાવતા અને પીરસતા હતા.
મહત્વના સમાચાર : ગુજરાતમાં આ શહેરોમાં 5 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી
મુગલ બાદશાહોની રંગીનીઓના અનેક કિસ્સાઓ ફેમસ છે. મુઘલ હરમ (Mughal harem) નું રહસ્ય હવે આખી દુનિયા સામે આવી ગયું છે. બાબરથી લઈને હવે અકબર કે શાહજહાથી લઈને ઓરંગઝેબ સુધીના તમામ પોતાના સ્વાસ્થય અને ખાણીપીણીને લઈને સતર્ક રહેતા હતા. અફીણના નશામાં ધૂત રહેતનારા હુમાયુને છોડીને આગામી પેઢીની વાત કરીએ તો અકબરના હરમમાં 5000 મહિલાઓ હતી. શાહજહા તો પોતાના પૂર્વજોથી ચાર ડગલા આગળ હતા. તેઓ મહિલાઓ સાથે સંબંધ બનાવવા માટે વૃદ્ધત્વમાં પણ કામોત્તેજક દવાઓ ખાતા હતા.
ગુજરાતના રાજકારણમાં મોકા પર ચોકો મારવાની ઘટના : કોણ ચીમનભાઈને પાડી દેવા માગતુ હતું?