મહત્વના સમાચાર : ગુજરાતમાં આ શહેરોમાં 5 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી

Gujarat to get new medical colleges : આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે
 

મહત્વના સમાચાર : ગુજરાતમાં આ શહેરોમાં 5 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી

Gujarat MBBS update : મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નવી મેડિકલ કોલેજ બનાવવા પર પૂછાયેલ સવાલના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું કે, નવી મેડિકલ કોલેજ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. આ યોજનાના પ્રથમ ચરણમાં 58 અને બીજા કેટેગરીમાં 24 નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આ યોજના અંતરગ્ત કુલ 157 નવા મેડિકલ કોલેજ સ્થાપિત કરવામા આવશે. તેમાંથી 5 મેડિકલ કોલેજ ગુજરાતમાં બનશે.

ગુજરાતમાં ક્યાં ક્યાં બનશે મેડિકલ કોલેજ
મનસુખ માંડવિયાએ કહ્યું કે, ગુજરાતમાં નવસારી, નર્મદા, પંચમહાલ, પોરબંદર અને મોરબી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આ સાથે ગુજરાતમાં હાલ મેડીકલની 5500 બેઠકો છે જે 5700 થઈ જશે. મેડીકલ કાઉન્સીલના જણાવ્યા મુજબ રાજયની આ બે મેડીકલ કોલેજ માટે રૂ.660 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. દરેક મેડીકલ કોલેજને રૂ 330 કરોડ મળશે. જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા રકમ આપશે અને 40 ટકા રકમ રાજય સરકાર આપશે.

ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજયમાં કુલ 5 નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે મેડીકલ કાઉન્સીલ સમક્ષ દરખાસ્ત થઈ હતી.

નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યા છે. નવી મેડીકલ કોલેજો લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટ્યૂટર અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સવિધાઓથી સજ્જ હશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા તા.29મી જુલાઈ, 2022ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

અન્ય એક સવાલના જવાબમાં માંડવિયાએ કહ્યું કે, 31 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કુલ 8890 સ્વાસ્થય તેમજ કલ્યાણ કેન્દ્ર (એચડબલ્યુસી) હતા. તેમાંથી 1470 પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર (પીએચસી), 7100 ઉપસ્વાસ્થય  કેન્દ્ર (એસએચસી) અને 320 શહેરી પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર (યુપીએચસી) છે. આંકડાથી એ માલૂમ પડે છે કે, ગુજરાતમાં 2019 અને 2022 ની વચ્ચે જિલ્લા હોસ્પિટલોની સંખ્યા 22 થી ઘટીને 20 થઈ ગઈ છે. બીજી તરફ, રીજનલ હોસ્પિટલની સંખ્યા 37 થી વધીને 54 થઈ છે. 

ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news