Benefits of sleeping naked: આપણે બધા જાણીએ છીએ કે ઉંઘ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કપડા વગર સૂવું પણ આપણા માટે ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કપડા કાઢીને ઉંઘવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા આશ્ચર્યજનક ફાયદા થાય છે.  પુરુષો અને સ્ત્રીઓને પણ વિશેષ લાભ થાય છે. ચાલો જાણીએ કપડાં વગર સૂવાના ફાયદા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્યના નિષ્ણાંતો અનુસાર સૂતા સમયે કપડા પહેરીને સૂઇ જવાથી કપડાના કારણે આપણા શરીરની હીટ એટલે કે તાપ બહાર નીકળી શકતો નથી, તેના કારણે આપણાને સૂવામાં પરેશાની થાય છે અને જ્યારે કપડા વગર સૂઇ જઇએ તો શરીરનો તાપ ઓછો થાય છે અને આપણાને ઊંઘ જલદી અને ખૂબ સારી આવે છે.


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ આ પણ ખાસ વાંચોઃ  જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! જાણો છો આ કહાની? આ પણ ખાસ વાંચોઃ  અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા


કપડા વગર સૂવાથી તમારા શરીરના હોર્મોનને ખૂબ ફાયદો થાય છે. શરીરનો ન્યૂનતમ તાપમાન આપણા હોર્મોન્સના વિકાસ માટે લાભદાયી હોય છે અને એવામાં જેટલા આપણા શરીરના હોર્મોન્સનો વિકાસ થશે અને સાથે વાળ પણ સુંદર હોય છે. કપડા પહેર્યા વગર સૂવાથી અંગમાં સંક્રમણ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. જ્યાં પરસેવો વધારે થાય છે. જેથી તમે ઇન્ફેક્શનથી પણ બચી શકો છો.


આ પણ ખાસ વાંચોઃ   World Cup માં ભારતની હારનું સૌથી મોટું કારણ આવ્યું સામે, જાણીને ખુબ દુઃખી થશે ચાહકો
આ પણ ખાસ વાંચોઃ  ભારતને મળી ગયો હવામાં સ્પિન કરાવતો જાદુગર બોલર, T20 વર્લ્ડ કપમાં જગ્યા પાક્કી! આ પણ ખાસ વાંચોઃ  VIDEO: 14 ચોગ્ગા, 22 છગ્ગા, 43 બોલમાં 193 રન..પીચ પર ધોકો લઈને જ ઉભો રહે છે આ ખેલાડી


કપડા પહેર્યા વગર સૂવાના ફાયદા જાણો:
1) SLEEP FOUNDATION અનુસાર, આપણું શરીર સર્કેડિયન રિધમ પ્રમાણે ચાલે છે. આ રિધમ શરીરની ગરમી અને ઠંડક પર આધાર રાખે છે. તમારે ઉંઘ માટે 66 થી 70 ડિગ્રી ફેરનહીટ તાપમાન યોગ્ય માનવામાં આવે છે. તેથી, કપડાં વગર સૂવું તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને સારી ઉંઘ આપે છે.


2) SLEEP FOUNDATION જણાવે છે કે કપડાં વગર સૂવું મહિલાઓને કેન્ડિડા યીસ્ટ ઇન્ફેક્શનથી રક્ષણ પૂરું પાડી શકે છે. કારણ કે, આ ચેપ ચુસ્ત અને કૃત્રિમ અન્ડરવેર પહેરવાને કારણે અપૂરતા હવાના પ્રવાહને કારણે થાય છે. તેથી સ્ત્રીઓ આ રીતે સૂવાથી યોનિમાર્ગની ખંજવાળ અને કેન્ડીડા ચેપને કારણે થતા દુખાવાથી રક્ષણ મેળવી શકે છે.


આ પણ ખાસ વાંચોઃ  જોવા જેવા છે ગુજરાતના આ 22 વન! અલગ અલગ છે દરેકની ખાસિયત, હજુ ના જોયા હોય તો જોઈ લેજો ​આ પણ ખાસ વાંચોઃ  કેમ ગુજરાતની આ જગ્યાએ કરવામાં આવ્યું રામાયણનું શૂટિંગ? ફરી ધ્યાનથી જોજો દરેક સીન


3) SLEEP FOUNDATION ના જણાવ્યા અનુસાર કપડા વગર સૂવું પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે ઘણા સંશોધનોમાં કહેવામાં આવ્યું છે કે અન્ડરવેર પહેરવાથી અંડકોશનું તાપમાન વધે છે, જે શુક્રાણુઓની ગુણવત્તાને ખરાબ કરે છે. અંડકોશનું તાપમાન ઓછું અથવા સામાન્ય રાખવામાં આવે છે, તો તે વીર્યની ગુણવત્તા અને જથ્થામાં સુધારો કરે છે.


નગ્ન સૂવાના અન્ય સ્વાસ્થ્ય લાભો:
1)  સારી ઉંઘ લેવાથી ત્વચા પણ સ્વસ્થ બને છે.
2) વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
3) આત્મસન્માન વધી શકે છે.
4) જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બને છે.


રાત્રે સૂતી વખતે ભલે તમે ગમે તેવા આરામદાયક કપડા પહેરો છો, પરંતુ તે તમારા શરીરને તમને જોઈતી અનુકૂળતા નહીં આપી શકે.  ઊંઘ માટે શરીર ને ઠંડા વાતાવરણ ની જરૂર પડે છે. તો આમ જોવા જઈએ તો એક તમારા કપડા, બીજું તમારી ઓઢવાનો ધાબળો અને ચાદર થી શરીર નો તાપમાન વધવા લાગે છે, જેથી આપણને ઊંઘનું જોઈતું વાતાવરણ મળતું નથી..


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે કોઈ પુષ્ટી કરતું નથી.)


​આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
આ પણ ખાસ વાંચોઃ   થાળી પર તૂટી પડવાને બદલે જાણી લેજો દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાત


 


આ પણ ખાસ વાંચોઃ  દિગ્ગજ અભિનેતાનું નિધન! એક સમયે બચ્ચન કરતા પણ મોંઘી ગાડીઓમાં ફરતો હતો આ કલાકાર