VIDEO: 14 ચોગ્ગા, 22 છગ્ગા, 43 બોલમાં 193 રન..પીચ પર આવતા જ ધોકાવાળી ચાલુ કરી દે છે આ ખેલાડી

યુરોપિયન ક્રિકેટની T20 મેચમાં હમઝા સલીમ ડારે 43 બોલમાં 193 રનની અણનમ ઇનિંગ રમી હતી અને T10 મેચમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ આખી મેચમાં ફક્ત ચોગ્ગા અને છગ્ગાવાળી જોવા મળી હતી. 

VIDEO: 14 ચોગ્ગા, 22 છગ્ગા, 43 બોલમાં 193 રન..પીચ પર આવતા જ ધોકાવાળી ચાલુ કરી દે છે આ ખેલાડી

European Cricket : યુરોપિયન ક્રિકેટ સિરીઝ (ECS) T10ની એક મેચમાં, હમઝા સલીમ ડારે 43 બોલમાં 14 ચોગ્ગા અને 22 છગ્ગા સાથે 193 અણનમ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે હમઝાની ટીમે મેચમાં 257 રન બનાવ્યા હતા. જેઓ 153 રનની જંગી માર્જિનથી જીતી ગયા હતા.

મંગળવારે T10 મેચમાં ક્રિકેટ પ્રેમીઓને જબરદસ્ત 'રનોનો વરસાદ' જોવા મળ્યો અને એક મોટો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. યુરોપિયન ક્રિકેટ સિરીઝ (ECS) T10 ની એક મેચમાં, હમઝા સલીમ ડારે 43 બોલમાં 193 અણનમ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 14 ચોગ્ગા અને 22 છગ્ગાનો સમાવેશ થાય છે. હમઝાએ કેટાલુન્યા જગુઆર માટે સોહલ હોસ્પીટલેટ (Catalunya Jaguar vs Sohal Hospitalet) સામે આ ઇનિંગ રમી હતી. આ T10 ક્રિકેટમાં બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉનો રેકોર્ડ લુઈસ ડુ પ્લૂયના નામે હતો જેણે T10 મેચમાં 163 રન બનાવ્યા હતા.

ક્રિકેટ મેચનો વીડિયોઃ
 

Hamza Saleem Dar's 43-ball 1️⃣9️⃣3️⃣ not out is the highest individual score in a 10-over match.😍 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/4RQEKMynu2

— European Cricket (@EuropeanCricket) December 6, 2023

 

હમઝાની આ ઇનિંગની મદદથી કેટાલોનિયા જગુઆર ટીમ 10 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 257 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. જવાબમાં સોહેલ હોસ્પીટેલેટની ટીમ 10 ઓવરમાં હમઝાનો સ્કોર પણ પાર કરી શકી ન હતી. ટીમ 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 104 રન જ બનાવી શકી અને 153 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ.

બાર્સેલોનામાં 5 ડિસેમ્બરે રમાયેલી આ મેચમાં કેટાલોનિયા જગુઆર ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના ઓપનર હમઝા સલીમ દાર અને યાસિર અલીએ મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને 10 ઓવરમાં આઉટ થયા વિના સ્કોર 257 રન (25.7 રન પ્રતિ ઓવર) સુધી પહોંચાડ્યો.જ્યારે હમઝાએ 193 રન બનાવ્યા તો યાસિરે માત્ર  19 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરોધી ટીમના તમામ બોલરોએ તેમની બે ઓવરના ક્વોટામાં 40થી વધુ રન આપ્યા હતા.

જવાબમાં સોહલ હોસ્પિટલની ટીમ 10 ઓવરમાં 104 રન જ બનાવી શકી હતી. રાજા શેહઝાદે સૌથી વધુ 25 રન અને કમર શહેઝાદે 22 રનનું યોગદાન આપ્યું હતું.કેટલોનિયા જગુઆરના હમઝાએ પણ બોલિંગમાં જોરદાર કૌશલ્ય દાખવ્યું હતું અને મહત્તમ ત્રણ વિકેટ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news