થાળી પર તૂટી પડવાને બદલે જાણી લેજો દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાત

Health Tips: રોટલી કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં આવા બીજા ઘણા પોષક તત્વો છે જે શરીરની ઉર્જા જાળવી રાખે છે અને વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.

થાળી પર તૂટી પડવાને બદલે જાણી લેજો દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાત

Health Tips: ઘઉંની રોટલી આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ઘઉંની રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય ઘઉંની રોટલીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીરમાં એનર્જી જાળવી રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.

આમ તો બાજરી અને મકાઈના રોટલા ખાવામાં આવે છે, પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં ઘઉંની રોટલી જ ખાવાનો રિવાજ છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી છોડી દો તો તમારા શરીર પર શું અસર થશે. આવો જાણીએ…

જો તમે 1 મહિના સુધી રોટલી ન ખાઓ તો?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી નહીં ખાઓ તો શરીરમાં શું બદલાવ આવશે? સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, એવું શક્ય નથી કે તમે રોટલી ખાવાનું સંપૂર્ણપણે છોડી દો. જો કે, તમે ચોક્કસપણે રોટલીનું સેવન થોડું ઘટાડી શકો છો. જે લોકો વજન ઘટાડવાની જર્ની પર છે, તેઓ રોટલીને બદલે લીલા શાકભાજીનું સલાડ ખાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઘઉંની રોટલી ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લુટેનની માત્રા વધવાથી ચરબી જમા થવા લાગે છે.

આ સિવાય ઘઉંની રોટલી વધુ ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે. ઘઉંમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે. રોટલી શરીરને ઉર્જા આપે છે, તેથી તેને સંપૂર્ણપણે છોડી દેવાને બદલે ઘટાડી શકાય છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news