Nepal Tour Offer: નેપાળમાં પ્રકૃતિની સુંદરતા ઉપરાંત ઘણા ધાર્મિક સ્થળો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે. જો તમે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં નેપાળ જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી પાસે એક સુવર્ણ તક છે. વાસ્તવમાં, ભારતીય રેલ્વેનું એક ઉપક્રમ IRCTC નેપાળનું અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. આના દ્વારા તમે દિલ્હીથી નેપાળ જઈ શકો છો. આ પેકેજમાં તમને કાઠમંડુ, પોખરા જેવા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપલ્સ માટે પરફેક્ટ છે ગુજરાતના રોમેન્ટિક ડેસ્ટિનેશન, આ 5 જગ્યાની જરૂર લો મુલાકાત
ભારતની પડોશમાં આવેલું છે અગરબત્તીઓનું ગામ, અહીં સેલ્ફી માટે ચૂકવવા પડે છે આટલા પૈસા


IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજ વિશે જાણકારી આપી છે. આ સફરમાં તમને કાઠમંડુ અને પોખરા લઈ જવામાં આવશે. આ પેકેજ સંપૂર્ણ 6 દિવસ અને 5 રાત માટે છે. આમાં તમને દિલ્હીથી કાઠમંડુની ફ્લાઈટ ટિકિટ મળશે. આ પેકેજમાં તમને પશુપતિનાથ મંદિરની મુલાકાત લેવાની તક પણ મળશે.


1 વર્ષમાં પૈસા કરી દીધા ડબલ, હવે દરેક શેર પર કંપની આપશે 100 રૂપિયા એકસ્ટ્રા
આને કહેવાય નસીબ: 4 વર્ષમાં 10 રૂપિયાવાળો શેર થયો 477 રૂપિયાનો, 1 લાખના થઇ ગયા 47 લાખ


ટૂર પેકેજની ખાસ વાતો
પેકેજનું નામ – Best of Nepal Ex Delhi (NDO04)
કેટલા દિવસની રહેશે ટૂર - 5 રાત અને 6 દિવસ
પ્રસ્થાન તારીખ - 16 ફેબ્રુઆરી/28 માર્ચ, 2024
મીલ પ્લાન - નાસ્તો અને રાત્રિભોજન
મુસાફરી મોડ - ફ્લાઇટ
ક્લાસ- ઇકોનોમી


મેરા દેશ બદલ રહા હૈ: હવે આકાશમાં ઉડતી જોવા મળશે Suzuki, લાવી રહી છે EV 'હેલિકોપ્ટર'
ધનના મામલે કિસ્મતના ધની હોય છે આવા લોકો, જેના હાથમાં હોય છે આ 2 રેખાઓ


કેટલો થશે ખર્ચ
ટૂર પૅકેજ માટેનો ટેરિફ પેસેન્જરે પસંદ કરેલા ઑક્યુપન્સી મુજબ હશે. પેકેજ 36,500 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થશે. ટ્રિપલ ઓક્યુપન્સી પર વ્યક્તિ દીઠ ખર્ચ રૂ. 36,500 છે. ડબલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ રૂ. 37,000 ચૂકવવા પડશે. જ્યારે સિંગલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ ખર્ચ રૂ 45,700 છે. 5 થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 26,500 રૂપિયા અને 2 થી 4 વર્ષના બાળક માટે બેડ વગર 23,500 રૂપિયા છે.


Diabetes માં રાહત અપાવી શકે છે આ એક આયુર્વેદિક જડીબુટ્ટી, 3 રીતે કરો સેવન
Ravindra Jadejaના પિતાએ રિવાબાને ગણાવ્યા સ્વાર્થી, 4 વાતોના લીધે વહુ બની જાય છે વિલન