1 વર્ષમાં પૈસા કરી દીધા ડબલ, હવે દરેક શેર પર કંપની આપશે 100 રૂપિયા એકસ્ટ્રા, જાણો કોને મળશે આ ફાયદો

Disa India Share Price: આ અઠવાડિયે દિશા ઇન્ડીયાના શેરબજારમાં એક્સ-ડિવિડન્ડનો વેપાર કરશે. કંપની તેના દરેક શેર પર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. આ માટે રોકાણકારોએ એક્સ-ડિવિડન્ડની તારીખ પહેલાં રોકાણ કરવું પડશે.

1 વર્ષમાં પૈસા કરી દીધા ડબલ, હવે દરેક શેર પર કંપની આપશે 100 રૂપિયા એકસ્ટ્રા, જાણો કોને મળશે આ ફાયદો

High Return Share: આ અઠવાડિયે, શેરબજારના રોકાણકારોને પૈસા કમાવવાની શ્રેષ્ઠ તક છે. ઔદ્યોગિક ઉત્પાદનો બનાવતી દિશા ઈન્ડિયા દરેક શેર પર 1000 ટકા ડિવિડન્ડ આપવા જઈ રહી છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, જેના પર 1000 ટકા ડિવિડન્ડ આપવામાં આવશે. મતલબ કે રોકાણકારોને પ્રતિ શેર 100 રૂપિયા વધારાના આપવામાં આવશે.

આ માટે રોકાણકારોએ એક્સ-ડિવિડન્ડની તારીખ પહેલાં રોકાણ કરવું પડશે. કંપનીએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 16 ફેબ્રુઆરી નક્કી કરી છે. મતલબ કે આ સ્ટોક 15મીએ એક્સ-ડિવિડન્ડ જશે. આ દિવસ પહેલા જે લોકો શેરમાં નાણાંનું રોકાણ કરે છે તેમને જ ડિવિડન્ડનો લાભ મળશે. દિશા ઈન્ડિયાના ડિવિડન્ડનો લાભ લેવા માંગતા રોકાણકારો 14મી ફેબ્રુઆરી સુધી તેમાં રોકાણ કરી શકે છે.

2003 થી ડિવિડન્ડ
કંપની 2003 થી તેના રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવી રહી છે. ગયા વર્ષે પણ 100 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અને 10 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. આ વખતનું ડિવિડન્ડ 6ઠ્ઠી માર્ચ સુધીમાં ચૂકવી શકાશે. તમને જણાવી દઈએ કે કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 5.50 કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ વાર્ષિક ધોરણે આ 185 ટકા વધુ છે. વાર્ષિક ધોરણે, કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 50.2 કરોડથી વધીને રૂ. 59 કરોડ થઈ છે.

છેલ્લા 5 વર્ષનું પ્રદર્શન
કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં 143 ટકા વળતર આપ્યું છે. હાલમાં એક શેરની કિંમત 14900 રૂપિયા છે. આ શેર એક વર્ષમાં 88 ટકા વધ્યો છે. તે જ સમયે, 1 મહિનામાં 1 ટકાથી ઓછો ઘટાડો થયો છે. શુક્રવારે આ શેર 0.63 ટકા વધીને બંધ થયો હતો.

શું કરે છે કંપન?
દીશા ઈન્ડિયાની સ્થાપના 1984માં થઈ હતી. તે ઇંડસ્ટ્રીયલ સોલ્યૂશન અને મશીનરી પ્રોવાઇડ કરે છે. તેનું મુખ્ય ધ્યાન એલ્યુમિનિયમ અને આયર્ન ઉદ્યોગ છે. કંપની આ ઉદ્યોગોને ફાઉન્ડ્રી અને શોટ બ્લાસ્ટિંગ સાધનો પૂરા પાડે છે. દીશા ઈન્ડિયામાં 74 ટકા હિસ્સો ડેનમાર્કની દીશા ઈન્ડિયા ધરાવે છે. બાકીના શેર રિટેલ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ કંપની માત્ર BSE પર લિસ્ટેડ છે. દીશા ઈન્ડિયાનું મુખ્યાલય બેંગલુરુમાં છે.

(Disclaimer: અહીં દર્શાવેલ શેર માત્ર માહિતીના હેતુ માટે છે. જો તમે આમાંના કોઈપણમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલા સર્ટિફાઇડ ઇનવેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લો. તમને થતા કોઈપણ નફા કે નુકસાન માટે ZEE 24 KALAK જવાબદાર નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news