Neem Oil: ચોમાસાની શરૂઆત થતા જ ખરતા વાળની સમસ્યા પણ વધી જાય છે. વાળને ખરતા અટકાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરે છે. પરંતુ આ પ્રકારના પ્રોડક્ટ પણ જોઈએ તેટલો ફાયદો કરતા નથી ઘણી વખત તેને આડઅસર થાય તો વાળ વધારે ઝડપથી કરવા લાગે છે. તેવામાં જો તમે ચોમાસામાં પણ વાળની સુંદરતા વધારવા માંગતા હોય અને ખરતા વાળને અટકાવવા માંગતા હોય તો તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખરતા વાળને અટકાવી શકે છે. આજે તમને લીમડાનો ઉપયોગ કરીને ખરતા વાળને કેવી રીતે અટકાવવા તેની રીત જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીમડાનો આ રીતે વાળમાં કરો ઉપયોગ


આ પણ વાંચો:


માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ પીવું જોઈએ માટલાનું પાણી, બોડી થાય છે ડીટોક્સ


વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે છે વાસ જો કપડા ધોતી વખતે રાખશો આ વાતનું ધ્યાન


સફેદ ડાઘને વધતાં અટકાવે છે આ Superfood, ત્વચાની સમસ્યા હોય તેમણે નિયમિત કરવું સેવન


1. લીમડો અને એલોવેરા જેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને વાળમાં લગાડવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. તેના માટે લીમડાના 10 થી 12 પાંદડા લઇ તેને બરાબર રીતે ધોઈ અને પીસી લો. હવે તેમાં એલોવેરા જેલ એક ચમચી ઉમેરો અને ફરીથી બધી વસ્તુને બ્લેન્ડ કરો. આ પેસ્ટને વાળમાં લગાડો અને 15 મિનિટ પછી વાળને ધોઈ લેવા. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળ બંધ થાય છે.


 


2. લીમડાનું તેલ અને આદુનો રસ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યાથી મુક્તિ મળે છે. તેના માટે બે ચમચી લીમડાનું તેલ લઈ તેમાં એક ચમચી આદુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળના મૂળમાં બરાબર રીતે લગાવો અને મસાજ કરો. બે કલાક પછી વાળને શેમ્પુ કરી લો. તેનાથી વાળ ખરતા બંધ થશે અને મૂળ મજબૂત થશે.


 


3. લીમડાનું પાણી ત્વચા માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ ફાયદાકારક વાળ માટે પણ છે. તેના માટે લીમડાના 20 પાન લઈને તેને પાણીમાં ઉમેરી બરાબર ઉકાળો. પાણી અડધું બચે પછી તેને ગાળી અને શેમ્પુ કર્યા પછી વાળમાં લગાડો.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)