ચાંદ જેવું મુખડું ચમકાવવું હોય તો ડુંગળીમાં મિક્સ કરો આ વસ્તુ, સ્કીન પ્રોબ્લમ્સ જોજનો રહેશે દૂર
Beauty Remedies Tips: ડુંગળીને મધ સાથે મિક્સ કરીને ખીલ, એક્ને અને કરચલીને દૂર થઇ જાય છે. મધ પણ એન્ટી એજિંગ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે જે ત્વચાની પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળી સ્કીન માટે ફાયદાકારક છે. ડુંગળી સાથે મધ મિક્સ કરીને લગાવવાથી ત્વચા સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે.
Onion And Honey Skin Benefits: ડુંગળી સ્વાદ વધારવાનું કામ તો કરે જ છે, પરંતુ આ સુંદરતા વધારવા માટે પણ કામ લાગે છે. ડુંગળીમાં ઉપલબ્ધ વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા સ્કીન પ્રોબ્લમને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે ડુંગળી અને મધને કઇ રીતે મિક્સ કરી સ્કીન પ્રોબ્લમ્સમાંથી છુટકારો મેળવી શકો છો.
ખીલ દૂર કરશે
ડુંગળીના રસને નિકાળીને તેમાં મધ મિક્સ કરીને લગાવવાથી ખીલની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળી અને મધને બરાબર માત્રામાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ બાદ નવસેકા પાણી વડે ધોઇ લો. આ રીતનો ઉપયોગ અઠવાડિયામાં 2-3 વાર કરો, ખીલની પરેશાનીમાંથી છુટકારો મળી જશે.
રિંકલ ફ્રી સ્કીન
એક ઉંમર બાદ ચહેરા પર કરચલીઓ આવવા લાગે છે. ડુંગળી અને મધને લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થઇ જાય છે. ડુંગળીનો રસ અને મધને માત્ર 15 મિનિટ સુધી લગાવો. કરચલીઓ ઓછી થવા લાગશે. આ નુસખાને અઠવાડિયામાં 2-3 વાર કરો.
આ પણ વાંચો
આજે ખરી કસોટીનો દિવસ : 9.53 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કનું પેપર આપશે
છાપરા ઉડી જાય એવી આગાહી! સાચવજો, આ વિસ્તારોમાં બે દિવસમાં આવી શકે છે વાવાઝોડું
09 એપ્રિલ 2023 રાશિફળઃ કોને નડશે અને કોને ફળશે ગ્રહોની ચાલ? કેવો રહેશે આજનો દિવસ?
ગ્લોઇંગ સ્કીન
ડુંગળી અને મધ ચહેરાનો ગ્લો વધારે છે. આ બંનેને સાથે મળીને લગાવવાથી સ્કીનની ગંદકી દૂર થઇ જાય છે. ડુંગળી અને મધની પેસ્ટ ટોનરનું કામ કરે છે. તેને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. સ્કીન મોઇસ્ચ્રાઇઝ થઇ જશે. ચહેરો સાફ ગ્લોઇંગ જોવા મળશે.
પિંપલ્સ દૂર કરો
મધ અને ડુંગળીમાં હાજર ગુણ પિંપલ્સને દૂર કરવામાં કારગર છે. પિંપલ્સની પરેશાની થતા મધ અને ડુંગળીના રસના પેસ્ટમાં જૈતુનનું તેલ મિક્સ કરીને લગાવો. થોડીવાર પછી તેને સાફ કરી ધોઇ લો. થોડા દિવસોમાં જ પિંપલની પરેશાની દૂર થઇ જશે.
ડાધાથી મળશે છુટકારો
સ્કીન પર ઘણા પ્રકારના ડાઘ હોય છે. ડુંગળી અને મધનો રસ લગાવવાથી ડાધની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. આ પેસ્ટને થોડીવાર સુધી સતત ચહેરાને ગરમ પાણીથી ધોઇ લો.
(Disclaimer: અહીં આપાવામાં આવેલી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો
ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય
Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube