છાપરા ઉડી જાય એવી આગાહી! સાચવજો, આ વિસ્તારોમાં બે દિવસમાં આવી શકે છે ખતરનાક વાવાઝોડું

IMD Forecast: IMDની આગાહી અનુસાર, આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દિલ્હીમાં પણ તડકાના દિવસો રહેવાની આગાહી કરવામાં આવી છે.

છાપરા ઉડી જાય એવી આગાહી! સાચવજો, આ વિસ્તારોમાં બે દિવસમાં આવી શકે છે ખતરનાક વાવાઝોડું

Weather Updates: ભરઉનાળો કરા પડશે કરા! હવામાન વિભાગની ચેતવણી જાણીને હલી જશો, જાણી લો કયા કયા વિસ્તારોની હાલત થઈ શકે છે ખરાબ. એક તરફ ભરઉનાળે કમોસમી વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. બીજી તરફ હવામાન વિભાગની એક આગાહી તમારા હોશ ઉડાડી દેશે. આગામી 2 દિવસમાં હવામાનમાં પલટો આવશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે. કેટલાંક વિસ્તારોમાં કરા પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જોકે, આના કરતા પણ વધારે ચિંતા એ આગાહીને કારણેે થઈ રહી છે જેનાથી વિનાશ વેરાઈ શકે છે. આ ઉપરાંત બીજી તરફ એવી પણ આગાહી કરવામાં આવી છેકે, આગામી 5 દિવસ દરમિયાન દેશભરમાં ભારે ગરમી પડશે. 

IMDએ આપી આ ચેતવણી:
ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. આ ઉપરાંત કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચાલો જાણીએ કે હવામાનમાં કેટલો બદલાવ આવશે. હવામાન વિભાગ (IMD)એ તેની ચેતવણી આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં વાવાઝોડું આવી શકે છે. તેની અસર મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં જોવા મળશે. આ સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. IMDની આગાહી અનુસાર, આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દિલ્હીમાં પણ તડકાના દિવસો રહેવાની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં કેવું રહેશે હવામાન?

હવામાન કેવું રહેશે?
જણાવી દઈએ કે શનિવારે દિલ્હીમાં જોરદાર સૂર્યપ્રકાશ હતો. આ સિવાય મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં 1 ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે આજે (રવિવારે) હવામાન એવું જ રહી શકે છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

હવાની ગુણવત્તા સૂચકાંકમાં શું સુધારો થશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં છ ડિગ્રી ઓછું હતું. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સાંજે લગભગ 7 વાગ્યે 168 પર મધ્યમ શ્રેણીમાં હતો. જાણો કે 0 થી 50 AQI સારી, 51 થી 100 સંતોષકારક, 101 થી 200 મધ્યમ, 201 થી 300 નબળી, 301 થી 400 ખૂબ નબળી અને 401 થી 500 ગંભીર માનવામાં આવે છે.

કરા પડવાની શક્યતા છે:
નોંધપાત્ર વાત એ છે કે, મધ્યપ્રદેશના ભોપાલ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં શનિવારે કરા પડ્યા હતા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. IMDના ભોપાલ કેન્દ્રના ડાયરેક્ટર બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આજે (રવિવારે) એમપીમાં આવું જ હવામાન પ્રવર્તી શકે છે. તેમણે કહ્યું કે પશ્ચિમ રાજસ્થાનમાં ચક્રવાતી પવનો અને કેરળથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ઓછી દબાણ રેખાને કારણે મધ્યપ્રદેશમાં ભેજ છે. જોરદાર પવન, કરા અને વરસાદ પડી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news