Orange Peel Benefits: સંતરા સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે વિટામિન સી અને અન્ય પોષક તત્વોનો ઉત્તમ સોર્સ છે. સંતરા ખાવાથી થતા ફાયદા વિશે તો તમે અનેક વખત સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે સંતરાની છાલ જેને મોટાભાગના લોકો ફેંકી દેતા હોય છે તે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? સંતરાની છાલમાં પણ અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણી ત્વચાથી લઈને સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંતરાની છાલના પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. સંતરાની છાલ વિટામીન સી, ફાઇબર, ઓક્સિજન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો ચાલો તમને જણાવીએ સંતરાની છાલથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે.


આ પણ વાંચો: Unique Village: ભારતના આ ગામમાં ચાલે છે અલગ સંસદ, અહીં નથી ચાલતો ભારતનો કાયદો


સંતરાની છાલના ફાયદા


- સંતરાની છાલ વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે ઈમ્યુનીટીને સ્ટ્રોંગ બનાવે છે અને સાથે જ આંખને પણ જરૂરી પોષક તત્વો પહોંચાડે છે. તેનાથી સ્કીન હેલ્ધી રહે છે અને આંખ પણ સ્વસ્થ રહે છે.


- સંતરાની છાલમાં શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડીકલ્સ સામે લડે છે અને તેનાથી થતા નુકસાનથી બચાવે છે. આ એન્ટી ઓક્સિડન્ટ કેન્સર અને હૃદયની બીમારી થવાનું જોખમ પણ ઘટાડે છે.


- સંતરાની છાલમાં પેક્ટીન નામનું ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: વજન ઉતારવા માટે સૌથી વધારે અસરકારક છે વોટર થેરાપી, જાણો કેવી રીતે કરે છે અસર


- સંતરાની છાલમાં ખાસ પ્રકારના ફ્લેવેનોઈડ હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 


સંતરાની છાલમાં વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે સ્કીનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેનો લેપ લગાડવાથી ખીલ, કરચલી, ડાઘ જેવી તકલીફ મટે છે.


કેવી રીતે કરવો સંતરાની છાલનો ઉપયોગ


આ પણ વાંચો: ઠંડીના કારણે ડ્રાય અને ડેમેજ થયેલી સ્કિનને રીપેર કરવા આ 4 રીતે કરો મલાઈનો ઉપયોગ


- સંતરાની છાલને તડકામાં સૂકવી તેનો પાવડર તૈયાર કરી સ્ટોર કરી લેવો. આ પાવડરને તમે સ્મુધી, ચા કે પછી અન્ય વાનગીઓમાં ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. 


- સંતરાની છાલની ચા પીવાથી પણ ફાયદો થાય છે. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ ડ્રિન્ક છે.


- સંતરાની છાલમાંથી સ્વાદિષ્ટ મુરબ્બો પણ બનાવી શકાય છે. 


આ પણ વાંચો: વિશ્વની ટોપ 10 રેસિપીમાં ગાર્લિક નાનનો સમાવેશ, જાણો તંદુર વિના ઘરે કેવી રીતે બનાવવી


- સંતરાની છાલનો ઉપયોગ કરો તે પહેલા તેને સારી રીતે ધોઈ અને સાફ કરી લેવી. આ સિવાય જો તમને સંતરાથી એલર્જી હોય તો સંતરાની છાલનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)