Hair Care Tips:  લાંબા, કાળા અને સ્વસ્થ વાળ સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. આજ કારણ છે કે મહિલાઓ પોતાના વાળની સંભાળ રાખવા માટે કેટલાક નેચરલ હેર માસ્ક નો ઉપયોગ કરે છે. આવી નેચરલ વસ્તુઓમાં મહેંદી સૌથી વધારે ઉપયોગમાં આવે છે. મહેંદી સફેદ વાળને કાળા કરતી સૌથી પ્રચલિત વસ્તુ છે. આ સિવાય માથામાં મહેંદી લગાડવાથી ઘણા ફાયદા થાય છે. મોટાભાગની મહિલાઓ મહેંદીનો ઉપયોગ તો કરે છે પરંતુ તેના વિશેની કેટલીક જરૂરી જાણકારીના અભાવના કારણે મહેંદી ફાયદો કરવાની બદલે નુકસાન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળમાં મહેંદીનો ઉપયોગ કરો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમકે કેટલી કલાક સુધી વાળમાં મહેંદી રાખવી, મહિનામાં કેટલી વખત મહેંદીનો ઉપયોગ કરવો વગેરે. આજે તમને આ અંગે જાણકારી આપીએ જેથી તમે મહેંદીનો ઉપયોગ યોગ્ય રીતે કરો અને તેનાથી તમારા વાળને ફાયદો પણ થાય. 


આ પણ વાંચો:


ઠંડી લાગતી આ 5 વસ્તુ ફાયદા કરતાં વધારે કરે છે નુકસાન, વધારે છે શરીરમાં ગરમી


Headache: આહારમાં કરશો આ 4 ફેરફાર તો માથાના દુખાવાથી મળી જશે છુટકારો, દુખાવો થશે દુર


શું તમે પણ નવા કપડાં ધોયા વિના જ પહેરી લો છો ? તો તમે તમારા સ્વાસ્થ પર જોખમ


મહેંદી વાળને સોફ્ટ અને શાઈની બનાવે છે પરંતુ જો તમે મહિનામાં વધારે વખત મહેંદીનો પ્રયોગ કરશો તો વાળ ડ્રાય પણ થઈ જશે અને તેનું ટેક્સચર પણ ખરાબ થશે. જો તમે ઈચ્છો છો કે મહેંદી તમને નુકસાન ન કરે તો મહિનામાં એક જ વખત વાળમાં મહેંદી લગાડો. જો તમે મહિનામાં વારંવાર મહેંદી લગાડો છો તો તેનાથી વાળને નુકસાન થશે. 


મહેંદી માથામાં લગાડી હોય ત્યારે તમે તેને કેટલી કલાક સુધી રાખો છો તે પણ મહત્વનું છે. જો તમે માત્ર વાળને હાઈલાઈટ કરવા માટે મહેંદીનો ઉપયોગ કરો છો તો એક થી ત્રણ કલાક માટે મહેંદી રાખી શકાય છે. જો તમારે વાળને લાલ કે કાળા કરવા છે તો ત્રણથી ચાર કલાક સુધી મહેંદી માથામાં રાખવી. આ સમયથી વધારે સમય સુધી મહેંદી માથામાં રાખશો તો મહેદી વાળના મોઈશ્ચરને અસર કરવા લાગશે. વધારે કલાકો સુધી મહેંદી રાખવાથી વાળ જરૂર કરતાં વધારે ડ્રાય થઈ જાય છે. 


મહેંદીનું માસ્ક કેવી રીતે બનાવવું


વાળમાં લગાડવા માટે તમે મહેંદી ની પેસ્ટ તૈયાર કરો તો તેના માટે મહેંદીને હુંફાળા ગરમ પાણીમાં પલાળો. જો તમારે સફેદ વાળને કાળા કરવા માટે મહેંદી બનાવવી છે તો તેને આખી રાત પલાળીને રાખવી જોઈએ. સાથે જ તેમાં ચા પત્તી ઉકાળેલું પાણી ઉમેરવું જોઈએ. જો તમે વાળ માટે હેલ્ધી માસ્ક તૈયાર કરવા માંગો છો તો મહેંદી પાવડરમાં આમળા શિકાકાઈ પાવડર પણ મિક્સ કરી શકાય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)