Mosquito Refill: ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે. તેવામાં રાત હોય કે દિવસ મચ્છરનો ત્રાસ સતત રહે છે. તેવામાં દિવસે પણ મચ્છર ભગાડવાના ઉપાય કરવા પડે છે. મચ્છર ભગાડવા માર્કેટમાં અનેક પ્રકારના લિક્વિડ, કોઈલ જેવા સાધનો મળે છે. તેમાં લિક્વિડ રિફિલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેનાથી મચ્છર ઝડપથી દુર થાય છે. પરંતુ આમ કરવાથી રિફિલ વારંવાર બદલવું પડે છે અને તેને ખરીદવા માટે ખર્ચ પણ થાય છે. પરંતુ જો તમારે આ ખર્ચથી બચવું હોય તો તમે ઘરે માત્ર 20 રૂપિયામાં લિક્વિડ તૈયાર કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Toothbrush: ટુથબ્રશને બાથરુમમાં રાખવાથી શું થાય ખબર છે ? જાણી લેશો તો ચઢશે ચીતરી


Oily Skin: શું તમારી સ્કીન પણ ઓઈલી છે? તો અઠવાડિયામાં એકવાર અપ્લાય કરો આ ફેસ માસ્ક


Home Made Oil: માત્ર 3 વસ્તુથી ઘરે તૈયાર કરો મેજિકલ હેર ઓઈલ, વાળ થશે મજબૂત અને લાંબા


દિવસે અને રાત્રે મચ્છરથી બચીને રહેવું હોય તો ઘરના દરેક રૂમમાં લિક્વિડ મશીનનો ઉપયોગ કરવો પડે છે. આમ કરવાથી ખર્ચ પણ વધી જાય છે. તેના બદલે તમે માત્ર 15 થી 20 રૂપિયામાં ઘરે જ મચ્છર ભગાડતું રિફિલ તૈયાર કરી શકો છો. તેના માટે ઘરમાં ઉપલબ્ધ 2 જ વસ્તુનો ઉપયોગ થાય છે. 


પહેલી રીત


સૌથી પહેલા ખાલી લિક્વિડ રિફિલ બોટલમાં 2 ચમચી લીમડાનું તેલ અને કપૂરના થોડા ટુકડાને પીસીને મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં થોડું નારિયેળ તેલ પણ મિક્સ કરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તેનો ઉપયોગ મશીનમાં કરો. 


બીજી રીત
બીજી રીતમાં ટર્પેન્ટાઇન તેલમાં કપૂરના ટુકડાને પીસીને ઉમેરો. હવે આ બે વસ્તુઓને રિફિલ બોટલમાં સારી રીતે મિક્સ કરીને ભરો. તેને મચ્છર ભગાડનાર મશીનમાં ભરો અને ઉપયોગ કરો. 


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)